- Advertisement -
છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેવડી ગામમાં નાનાભાઇએ મોટાભાઇની ગળાના ભાગે કુહાડીના ઘા મારીને હત્યા કરી નાખી છે. મોટાભાઇ હત્યા કર્યાં બાદ નાનોભાઇ ઘરેથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે નસવાડીના સરકારી દવાખાનામાં મોકલી આપ્યો હતો. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.