Friday, August 12, 2022
Homeઆગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ફૂલગુલાબી ઠંડીની આગાહી : 27થી 30 ડિસેમ્બર સુધી...
Array

આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ફૂલગુલાબી ઠંડીની આગાહી : 27થી 30 ડિસેમ્બર સુધી હાડ થીજવતી ઠંડી પડશે.

- Advertisement -

વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર રાજ્ય પરથી હટી જતા વાતાવરણ ચોખ્ખુ થઇ ગયું છે. જો કે, માવઠા બાદ હવે ધીરે ધીરે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આવનારા ત્રણ દિવસ ઠંડી વધવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગાહી મુજબ રાજ્યમાં 16 થી 18 વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેમાં ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળશે. 22 ડિસેમ્બરથી 27 સુધી ઠંડીનું પ્રમાણ વધશે જ્યારે 27 થી 30 ડિસેમ્બર સુધી હાડ થીજવતી ઠંડી પડશે. હાલમાં મધ્ય ગુજરાતમાં 14 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં 12 ડિગ્રી તાપમાન જોવા મળશે. જો કે 22 ડિસેમ્બર બાદ ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ડિસામાં ન્યૂયત્તમ તાપમાન 9 ડિગ્રી જોવા મળશે.

ગુજરાતમાં 27 થી 30 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવ રહેશે

જ્યારે ગુજરાતમાં 27 થી 30 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવ રહેશે. રાજ્યમાં કમોસમી વરસાદી માવઠા બાદ લોકોને હવે ઠંડીના ચમકારાએ બાનમાં લીધા છે. હાલ થોડા દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ખેડૂતોના ઉભા રવિ પાકને ભારે નુકસાનની ભીતિ જોવા મળી છે. ત્યારે હવે રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે. વહેલી સવારથી ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ જોવા મળ્યો છે.

અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું

અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં ઠંડીનો પારો ગગડયો છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડા શહેર તરીકે નલિયા ફરી મોખરે રહ્યું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું છે. રાજકોટ 15.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 15.5 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસમાં ઠંડીનું જોર ધીરે-ધીરે વધશે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે.

નલિયામાં સૌથી વધુ ઠંડી પડે છે

રાજ્યમાં ઠંડીના ઈતિહાસની સૌથી કાતિલ ઠંડી પણ નલિયાના નામે જ નોંધાયેલી છે. આજથી ઠીક 8 વર્ષ પહેલા વર્ષ પહેલા એટલે કે, 2012ની 1 જાન્યુઆરીએ નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. 2012ની 1 જાન્યુઆરીએ 3.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ચોંકવાનારી વાત એ છે કે, એ તાપમાન મધરાતના બદલે સવારના આઠ વાગ્યા આસપાસનું હતું. એનાથી પણ થોડા દૂરના ભૂતકાળની વાત કરીએ તો વર્ષ 1964માં 11મી ડિસેમ્બરે નલિયામાં 0.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એ તાપમાન નલિયાના ઈતિહાસમાં સૌથી ઓછું તાપમાન તરીકે નોંધાયેલું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular