BMW 2 સિરીઝ ગ્રેન કૂપે ‘બ્લેક શેડો’ એડિશન લોન્ચ, પ્રથમ 24 ગ્રાહકો 42.30 લાખમાં કાર ખરીદી શકશે, જાણો તેમાં શું ખાસ છે

0
7

BMW ગ્રુપ ઈન્ડિયાએ આજે ઘરેલુ માર્કેટમાં નવી 2 સિરીઝ ગ્રેન કૂપે ‘બ્લેક શેડો’ એડિશન લોન્ચ કર્યું. તેને ચેન્નાઈમાં બ્રાન્ડની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં બનાવવામાં આવશે. તે ઓનલાઈન 7 ડિસેમ્બરે ઉપલબ્ધ થશે અને તેનું ઈન્ટિરિયર અને એક્સટિરિયરમાં સારા એલિમેન્ટ્સ જોવા મળશે.

BMW ગ્રુપ ઈન્ડિયાના પ્રેસિડન્ટ વિક્રમ પાહાએ લોન્ચિંગ ઈવેન્ટમાં જણાવ્યું કે- ઓક્ટોબરના મધ્યમાં જ કંપનીએ 39.90 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની સાથે એન્ટ્રી-લેવલ 2 સિરીઝ ગ્રેન કૂપને લોન્ચ કરી હતી. હવે કંપનીએ એન્ટ્રી-લેવલ લક્ઝરી કાર પસંદ કરનાર ગ્રાહકોને આકર્ષિત કરવા માટે બ્લેક શેડો એડિશનને લોન્ચ કર્યું છે. તેમાં સેડાનની કન્ફર્ટનેસ અને કૂપે જેવી સ્પોર્ટનેસ મળશે.

24 ગ્રાહકો માટે ઈન્ટ્રોડક્ટરી કિંમત છે

 • કારને વધારે એક્સક્લુઝિવ બનાવવા માટે બ્લેક શેડો એડિશનને ઈન્ટ્રોક્ટરી કિંમતની સાથે લોન્ચ કરવામાં આવ્યું છે, જે માત્ર પહેલા 24 ગ્રાહકો માટે એલિજિબલ છે.
 • BMW 220d M સ્પોર્ટ બ્લેક શેડો એડિશનની કિંમત 42.30 લાખ (એક્સ-શોરૂમ) છે અને M-સ્પોર્ટ ડિઝાઈન પેકેજમાં પ્રસ્તુત કરવામાં આવી છે.
 • તે બે પેન્ટ સ્કીમમાં ઉપલબ્ધ થશે, જે પહેલાથી હાજર છેઃ અલ્પાઈન વ્હાઈટ (નોન-મેટાલિક) અને બ્લેક સેફાયર (મેટાલિક).
 • નવી ડિઝાઈન એલિમેન્ટ્સ બ્લેક શેડો એડિશનના એક્સટિરિયરને વધારે છે જેથી તેને વધારે ડાયનામિક લુક આપી શકાય.
 • M’ પર્ફોર્મન્સ પાર્ટ ન માત્ર લુકવાઈઝ આકર્ષક છે બલકે, લાઈટવેટ કન્સ્ટ્રક્શન કોન્સેપ્ટ એલિમેન્ટ્સથી સજ્જ છે.
 • કારના તમામ કમ્પોનન્ટ કારના કેરેક્ટર સાથે મેળ ખાય છે અને પર્ફોર્મન્સ, પ્રોડક્શન ક્વોલિટી અને ડિઝાઈન સંબંધમાં તમામ આવશ્યકતાઓ પૂરી કરે છે.

એક્સટિરિયર-ઈન્ટિરિયરના ખાસ એલિમેન્ટ્સ

 • એક્સટિરિયર ગ્લોસી બ્લેક મેશ સ્ટાઈલ ફ્રન્ટ ગ્રિલ, બ્લેક મિરર કેપ્સ, BMW ‘M’ પર્ફોર્મન્સ રિયર સ્પોઈલર ઈન બ્લેક ગ્લોસી, બ્લેક ક્રોમ આઉટ ટેલ પાઈપ ફિનિશર, 18 ઈંચ એમ પ્રદર્શન વાઈ સ્પોક સ્ટાઈલિંગ 554 એમ ફોર્ઝ્ડ વ્હીલ્સ ઈન જેટ બ્લેક મેટ અને BMW લોગો સાથે આવે છે.
 • ઈન્ટિરિયરની વાત કરીએ તો BMW 2 સિરીઝ ગ્રેન કૂપ બ્લેક શેડો એડિશન હાઈ ક્વોલિટી મટિરિયલ, મોટા પેનોરમા ગ્લાસ સનરુફ, ઈલેક્ટ્રિક મેમરી ફંક્શન અને સ્પોર્ટ સીટ્સ અને ડ્રાઈવર ફોકસ્ડ કોકપિટ સાથે આવે છે.
 • આ સિવાય તેમાં 430 લિટરનો લગેજ સ્પેસ મળે છે, જેને 40/20/40 સ્પ્લિટ સીટ બેક રેસ્ટને ફોલ્ડ કરી વધારી શકાય છે.

7.5 સેકન્ડમાં મળે છે 100Kmphની સ્પીડ

 • બોનેટની નીચે, તમને 2.0 લિટર 4 પોટ ટ્વિન પાવર ટર્બો ડીઝલ એન્જિન મળી શકે છે, જે 1,750-2,500rpm પર 190 હોર્સપાવર જનરેટ કરે છે અને 400Nmનું ટોર્ક જનરેટ કરે છે. આ 8 સ્પીડ સ્ટેપટ્રોનિક સ્પોર્ટ ઓટોમેટિક ટ્રાન્સમિશનથી અટેચ છે.
 • કંપનીનો દાવો છે કે આ માત્ર 7.5 સેકન્ડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. તેમાં ઈકો પ્રો, કમ્ફર્ટ અને સ્પોર્ટ ડ્રાઈવિંગ મોડ મળે છે.

ઘણા એડવાન્સ સેફ્ટી ફીચર્સથી સજ્જ છે કાર

 • તેમાં 3D નેવિગેશન સાથે BMW લાઈવ કોકપિટ પ્રોફેશનલ, 12.3 ઈંચની ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે, 10.25 ઈંચની કન્ટ્રોલ ડિસ્પ્લે, BMW વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ, જેશ્ચર કન્ટ્રોલ, વાયરલેસ ચાર્જિંગ, રિયર વ્યૂ કેમેરા સાથે પાર્કિંગ અસિસ્ટન્ટ, રિવર્સિંગ અસિસ્ટન્ટ અને વાયરલેસ કેમેરા કારપ્લે પણ મળે છે.
 • સેફ્ટી ફીચર્સમાં ABS વિથ BA, 6 એરબેગ, એટેન્ટિવિટી અસિસ્ટન્ટ, ડાયનેમિક ટ્રેક્શન કન્ટ્રોલ, ઈલેક્ટ્રોનિક ડિફરન્શિયલ લોક કન્ટ્રોલ, CBC (કોર્નરિંગ બ્રેક કન્ટ્રોલ), ઓટો હોલ્ડ સાથે ઈલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, સાઈડ ઈફેક્ટ પ્રોટેક્શન, ઈલેક્ટ્રોનિક વ્હીકલ ઈમોબિલાઈઝર અને ક્રેશ સેન્સર સામેલ છે.