Friday, March 29, 2024
Homeસુરત : મગદલ્લા રોડ પર ફૂલ સ્પીડમાં દોડતી BMW કારે બાઈક સહિત...
Array

સુરત : મગદલ્લા રોડ પર ફૂલ સ્પીડમાં દોડતી BMW કારે બાઈક સહિત બે રિક્ષાને અફડેફેટ લીધી

- Advertisement -

મગદલ્લા બંદર ત્રણ રસ્તા પાસે બપોરના સમયે હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. ડુમસ તરફથી ફૂલ સ્પીડમાં આવતાં BMW કારના ચાલકે બાઈક અને બે ઓટો રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં બાઈક પર જઈ રહેલા સાળા-બનેલીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે રિક્ષા ચાલકનો બચાવ થયો હતો. એક્સિડન્ટ સર્જ્યા બાદ BMW કારનો ચાલક નાસી છૂટ્યો હતો. પોલીસે કારની નંબર પ્લેટના આધારે ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

વોચમેન સાળા બનેવીને કારની અફડેટે આવ્યા

અલથાણ વિસ્તારમાં આવેલી ચાઇના ગેટમાં દયારામ પટેલના બંગલાનો વોચમેન પદમ મનીરામ થાપા (ઉ.વ. 25) કૌટુંબિક સાળા પ્રેમ બહાદુર થાપા (ઉ.વ. 22 રહે. એસએમસી કવાટર્સ, અલથાણ) સાથે પલ્સર બાઈક પર મગદલ્લા બંદર જઇ રહ્યા હતા. દરમ્યાનમાં ડુમસ રોડ મગદલ્લા બંદર ત્રણ રસ્તા પાસે મોટરસાઇકલ ટર્ન કરી હતી ત્યારે ડુમસ તરફથી આવી રહેલી BMW કાર (જીજે-5 આરએલ-8453)ના ચાલકે મોટરસાઇકલને અડફેટ લીધી હતી અને ત્યાર બાદ બે ઓટો રિક્ષા ( જીજે-5 બીયુ-4697) અને (જીજે-5 એવી-4167)ને પણ અડફેટમાં લેતા એક્સિડન્ટ થયો હતો.

રિક્ષાને નૂકસાન થયું

મોટરસાઇકલ સવાર સાળા-બનેવી પૈકી પ્રેમ બહાદુર થાપાને માથા, મોંઢા, નાક, આંખ, પગ તથા પદમ થાપાને હાથ-પગ અને પીઠ તથા હાથના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જે પૈકી પ્રેમ થાપા હાલ ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જયારે ઘટના અંગે પદમ થાપાએ BMW કાર ચાલક વિરૂધ્ધ ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં બંને ઓટો રિક્ષા ચાલકનો બચાવ થયો હતો પરંતુ રિક્ષાને ભારે નૂકશાન થયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular