ન્યૂ લોન્ચ : BMW F 900 R અને F 900 XR ભારતમાં લોન્ચ થઈ, પ્રાંરભિક કિંમત 9.90 લાખ રૂપિયા

0
0

દિલ્હી. BMWએ ભારતમાં બે નવી બાઇક્સ BMW F 900 R અને BMW F 900 XR લોન્ચ કરી છે. F 900 R ફક્ત સ્ટાન્ડર્ડ વેરિઅન્ટમાં એવેલેબલ છે, જેની કિંમત 9.90 લાખ રૂપિયા છે. F 900 XR બે વેરિઅન્ટ સ્ટાન્ડર્ડ અને પ્રોમાં માર્કેટમાં ઉતારવામાં આવી છે, જેની કિંમત અનુક્રમે 10.50 લાખ રૂપિયા અને 11.50 લાખ રૂપિયા છે. આ બંને બાઇક્સને CBU કમ્પ્લિટ બિલ્ટ અપ યૂનિટ એટલે કે પૂરી રીતે બનેલી હોય એવી લાવવામાં આવશે. નવી બાઇક્સનું બુકિંગ 21 મેથી શરૂ થઈ ગયું છે.

એન્જિન ડિટેલ્સ

BMW F 900 R નેકેડ સ્પોર્ટ અને BMW F 900 XR એડવેન્ચર સ્પોર્ટ્સ ટૂરર બાઇક છે. બંને બાઇક્સનાં 895cc એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 8,500 rpm પર 105 hp પાવર અને 6,500 rpm પર 92 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6 સ્પીડ ટ્રાન્સમિશનથી સજ્જ છે.

સ્પીડ

BMWની આ પ્રીમિયમ બાઇક્સ ફક્ત 3.6 સેકંડમાં 0થી 100 કિમીની ઝડપ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ કલાક દીઠ 200 કિમી છે.

ફીચર્સ

બંને બાઇક્સના સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ્સમાં બે રાઇડિંગ મોડ રોન અને રેન, ટ્રેક્શન કન્ટ્રોલ, બ્લુટૂથ સાથે 6.5 ઇંચની TFT સ્ક્રીન અને LED હેડલાઇટ્સ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. F 900 XR Pro મોડેલમાં ક્રૂઝ કન્ટ્રોલ, બાય ડાયરેક્શનલ ક્વિક શિફ્ટર અને ડાયનેમિક ESA જેવાં ફીચર્સ પણ મળશે. કોર્નરિંગ લાઇટ્સ, કી-લેસ ઇગ્નિશન અને પ્રો રાઇડિંગ મોડ્સ જેવાં ફીચર્સ ઓપ્શનમાં આપવામાં આવ્યાંછે. આ ફીચર્સને F 900 R સાથે ઓપ્શન તરીકે લેવામાં આવી શકે છે, જેના માટે એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે.

સેફ્ટી

આ બંને બાઇક્સમાં ABS, ઓટોમેટિક સ્ટેબિલિટી કન્ટ્રોલ, એન્ટિ હોપિંગ ક્લચ અને કાસ્ટ એલ્યુમિનિયમ વ્હીલ્સ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. ઇન્ડિયન માર્કેટમાં BMW F 900 Rની ટક્કર KTM 790 Duke, કાવાસાકી Z900, ડુકાટી મોન્સ્ટર 821 અને ટૂંક સમયમાં લોન્ચ થનારી ટ્રાયમ્ફ સ્ટ્રીટ ટ્રિપલ R બાઇક સાથે થશે. તેમજ, BMW F 900 XRને ટક્કર આપવા ઇન્ડિયન માર્કેટમાં બીજી કોઈ બાઇક નથી. પરંતુ કિંમતને ધ્યાનમાં રાખીને આ બાઇકની ટક્કર Kawasaki Versys 1000 સાથે થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here