ન્યૂ લોન્ચ : BMWની લક્ઝરી કાર ગ્રેન કૂપે બે વેરિઅન્ટ સાથે લોન્ચ થઈ, પ્રારંભિક કિંમત 1.29 કરોડ રૂપિયા

0
6

દિલ્હી. જર્મન કંપની BMWએ તેના ચેન્નાઇ પ્લાન્ડમાં પ્રોડક્શનનું કામ શરૂ કરી દીધું છે. આ પ્લાન્ટમાં કંપની દર વર્ષે 14,000 યૂનિટનું પ્રોડક્શન કરે છે. બીજીબાજુ, તેણે ઇન્ડિયન માર્કેટમાં તેની 8 સિરીઝ ગ્રેન કૂપે કાર પણ લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેને BMW 840i ગ્રેન કૂપે અને BMW 840i ગ્રેન કૂપે એમ સ્પોર્ટના બે વેરિઅન્ટમાં ઉતારી છે. 840i ગ્રેન કૂપેની એક્સ શો રૂમ કિંમત 1.29 કરોડ રૂપિયા અને 840i ગ્રેન કૂપે એમ સ્પોર્ટની એક્સ શો રૂમ કિંમત 1.55 કરોડ રૂપિયા છે. તેમજ, એક બાજું મોડેલ M8 કૂપેની એક્સ શો રૂમ કિંમત 2.15 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

ફક્ત 5.2 સેકંડમાં 100 કિમીની ઝડપ પકડી લેશે

BMW ગ્રેન કૂપેના બંને વેરિઅન્ટમાં 3.0 લિટરનું 6 સિલિન્ડર ઇન-લાઇન પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 340 hp પાવર અને 500 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન ટ્વીન પાવર ટર્બો ટેક્નોલોજી સાથે આવે છે. તેને કલાક દીઠ 0થી 100 કિમીની ઝડપ પકડવામાં ફક્ત 5.2 સેકંડનો સમય લાગે છે. આ એન્જિનને 8 સ્પીડ સ્ટેપટ્રોનિક સ્પોર્ટ ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ કરવામાં આવ્યું છે. સારા ડ્રાઇવિંગ માટે આ કારમાં કમ્ફર્ટ, સ્પોર્ટ અને સ્પોર્ટ પ્લસ મોડ આપવામાં આવ્યા છે.

કારનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

  • BMWએ આ કારને સ્પોર્ટી લુક આપ્યો છે. સાઇડથી દેખાવમાં આ કાર બહુ લાંબી દેખાય છે. તેમાં ડાયનેમિક સિલહૂટ સાથે ચાર ફ્રેમલેસ ડોર, લાંબું વ્હીલબેઝ, કૂપે સ્ટાઇલ રૂફલાઇન આપી છે. બેક સાઇડમાં સ્પોર્ટ એક્ઝોસ્ટ સિસ્ટમ અને કવર LED લાઇટ્સ આપવામાં આવી છે.
  • આ ગાડીમાં ઇલેક્ટ્રિકલી અડજસ્ટેબલ સ્પોર્ટ સીટ મળશે. તેનું સેન્ટ કંસોલ પણ ઘણું પહોળું છે. તેમાં ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ, ડોર ટ્રિમ્સ પર પ્રીમિયમ લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં સરાઉન્ડ સ્પીકર્સ સાથે એમ્બિઅન્ટ લાઇટિંગ પણ આપવામાં આવી છે. કારની અંદર દરેક નાનામાં નાની વસ્તુ પણ એકદમ પ્રીમિયમ નાખવામાં આવી છે.
  • કંપનીની કનેક્ટેડડ્રાઇવ ટેક્નોલોજીથી જેસ્ટર કન્ટ્રોલ, વાયરલેસ ચાર્જિંગ અને વાયરલેસ એપલ કારપ્લે ઓપરેટ કરી શકાશે. તેમાં કંપનીનો મોડર્ન કોન્સેપ્ટ BMW લાઇવ કોકપિટ પ્રોફેશનલ છે, જે કંપનીની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ 7.0 અને 3D નેવિગેશન સાથે આવે છે.
  • તેમાં 12.3 ઇંચની ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે અને 10.25 ઇંચની કન્ટ્રોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં પાર્ક આસિસ્ટન્ટ અને રિઅર વ્યૂ કેમેરા પણ મળશે. કારમાં ડ્યુઅલ પેનોરમિક ગ્લાસ સનરૂફ આપવામાં આવ્યું છે, જે કારને પાછળના ભાગ સુધી ફેલાયેલું છે.
  • સેફ્ટી માટે તેમાં 6 એરબેગ્સ, ડાયનેમિક સ્ટેબિલિટી કન્ટ્રોલ (DSC), ડાયનેમિક ટ્રેક્શન કન્ટ્રોલ (DTC), એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, ઓટો હોલ્ડ, સાઇડ ઇમ્પેક્ટ પ્રોટેક્શન, ઇલેક્ટ્રોનિક વ્હીકલ ઇમ્મોબહિલાઇઝર અને ક્રેશ સેન્સર અને ISOFIX સાઇડ સીટ માઉન્ટિંગ આપવામાં આવ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here