Sunday, November 28, 2021
Homeન્યૂ લોન્ચ : BMWની S 1000 XR Pro બાઇક ભારતમાં લોન્ચ, ચાર...
Array

ન્યૂ લોન્ચ : BMWની S 1000 XR Pro બાઇક ભારતમાં લોન્ચ, ચાર રાઇડિંગ મોડમાં આવતી બાઇકની કિંમત 20.90 લાખ રૂપિયા

દિલ્હી. BMWએ ઇન્ડિયન માર્કેટમાં નવી BMW S 1000 XR એડવેન્ચર સ્પોર્ટ્સ ટૂરર બાઇક લોન્ચ કરી દીધી છે. આ બાઇકની કિંમત 20.90 લાખ રૂપિયા રાખવામાં આવી છે. ઇન્ડિયન માર્કેટમાં આ બાઇકનું ફક્ત એક જ વેરિઅન્ટ Pro લોન્ચ કરવામાં આવ્યું છે. BMW S 1000 XR Proને અહીં CBU (કમ્પ્લિટ બિલ્ટ યૂનિટ એટલે કે સંપૂર્ણ રીતે બનેલી) તરીકે લાવવામાં આવશે.

એન્જિન ડિટેલ્સ
નવી BMW S 1000 Xમાં BS6 કમ્પ્લાયન્ટ 999cc, ઇન લાઇન 4 સિલિન્ડર લિક્વિડ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 11,000rpm પર 165bhp પાવર અને 9,250rpm પર 114Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. બાઇકમાં સ્લિપર ક્લચ અને એન્જિન ડ્રેગ ટોર્ક કન્ટ્રોલ આપવામાં આવ્યા છે.

સ્પીડ
કંપનીનો દાવો છે કે, નવી BMW S 1000 XR ફક્ત 3.3 સેકંડમાં જ કલાક દીઠ 0થી 100 કિમીની ઝડપ પકડી લેશે. બાઇકની ટોપ સ્પીડ કલાક દીઠ 200 કિમી છે.

રાઇડિંગ મોડ અને ફીચર્સ
નવી S 1000 XRમાં ચાર રાઇડિંગ મોડ રેન, રોડ, ડાયનેમિક અને ડાયનેમિક પ્રો આપવામાં આવ્યા છે. ડાયનેમિક પ્રો મોડમાં રાઇડર ટ્રેક્શન કન્ટ્રોલ, થ્રોટલ રિસપોન્સ, ABS અને કન્ટ્રોલ સેટિંગ્સને કન્ફિગર કરે છે. બાઇકમાં 6.5 ઇંચની ફુલ કલર TFT ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનાથી બાઇકના તમામ મોડ અને સેટિંગ્સ ઓપરેટ કરી શકાય છે. આ બાઇકમાં DTC, હિલ સ્ટાર્ટ કન્ટ્રોલ અને BMW ઇલેક્ટ્રોનિક એડજસ્ટમેન્ટ સિસ્ટમ વગેરે જેવાં ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે.

ફીચર્સ
નવી BMW S 1000 XRનું વજન 226 કિલો અને તેની ફ્યુલ ટેંક કેપેસિટી 20 લિટરની છે. બાઇકની સીટની હાઇટ 840mm છે. નવી બાઇક બે કલર ઓપ્શન આઇસ ગ્રે અને રેસિંગ રેડમાં અવેલેબલ છે. માર્કેટમાં તેની સીધી ટક્કર BS6 કમ્પ્લાયન્ટ Ducati Multistrada 1260 S બાઇક સાથે થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments