બોર્ડ પરીક્ષા : આજે ધોરણ ૧૦માં વિજ્ઞાનનું પેપર

0
41

ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા હાલ ચાલી રહી છે. ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં ભાષાના પેપર બાદ એક દિવસની એક દિવસની રજા પછી આજથી મુખ્ય વિષયોની પરીક્ષા શરૂ થઈ રહી છે. જેનાભાગરૂપે આજ ધોરણ ૧૦માં વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર રહેશે. સવારે ૧૦ વાગ્યાથી આ પેપર રહેશે. એક દિવસ મળ્યા બાદ વિદ્યાર્થીઓ મુખ્ય વિષયોઓમાં વધુ વાંચન કરીને પેપર આપવા સજ્જ છે.

બીજીબાજુ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પણ એક દિવસના બ્રેક બાદ આવતીકાલે રસાયણવિજ્ઞાનનું પેપર રહેશે. ત્રણ દિવસની રજા બાદ જીવવિજ્ઞાનનું પેપર રહેશે. સામાન્ય પ્રવાહમાં આવતીકાલે તત્વજ્ઞાનનું પેપર રહેશે. સાતમી તારીખે બપોરે ૬.૩૦ વાગ્યાના ગાળામાં રસાયણ વિજ્ઞનનું પેપર રહેશે. બોર્ડ પરીક્ષાને લઈને ગેરરિતીને રોકવા માટે પણ જુદા જુદા પગલા લેવામાં આવી ચુક્યા છે. આ ઉપરાંત જે ઇમારતમાં બોર્ડ પરીક્ષા લેવામાં આવી રહી છે તે તમામ ઇમારતોને સીસીટીવી અને ટેબલેટ દ્વારા આવરી લેવામાં આવ્યા છે. પરીક્ષાને લઇને તમામ તૈયારી પહેલાથી જ ગોઠવી દેવામાં આવી ચુકી છે. બોર્ડ પરીક્ષાની ઇમારતની આસપાસ પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં કુલ ૧૭.૫૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે જે પૈકી મોટાભાગના વિદ્યાર્થી પરીક્ષાને લઈને ઉત્સાહિત છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧.૪૩ લાખ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની સંખ્યા ૫.૨૭ લાખ નોંધાઈ છે. આવી જરીતે ધોરણ ૧૦માં વિદ્યાર્થીઓની સંખ્યા આ વખતે ૧૦.૮૩ લાખ નોંધાઈ છે. કુલ ૧૩૭ ઝોનમાં ૧૫૮૭ કેન્દ્રોમાં સામેલ ૫૫૫૭ બિલ્ડિંગમાં પરીક્ષા લેવામાં આવી રહી છે ૬૦૦૨૭ વર્ગખંડમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા લેવામાં આવી રહી છે. ૫૯૭૩૩ વર્ગખંડમાં સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે ૨૯૪ વર્ગખંડોમાં ટેબ્લેટની વ્યવસ્થા કરવામાં આવી છે.

પરીક્ષાને ધ્યાનમાં લઈને જિલ્લાશિક્ષાણાધિકારી તથા ઝોનલ અધિકારીઓ, મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રોના સંચાલકો, સીસીટીવી કર્મચારીઓ, વિજિલન્સ સ્કવોર્ડ વગેરેને પરીક્ષા સંબંધિત જરૂરી માર્ગદર્શન પહેલાથી જ આપવામાં આવી ચુક્યું છે. અતિસંવેદનશીલ કેન્દ્રો ઉપર એસઆરપી અને સીઆરપીએફનો સ્ટાફ ગોઠવવામાં આવ્યો છે. આ વખતે પણ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષાઓમાં જેલના કેદીઓ માટે પણ વ્યવસ્થા કરાઈ છે. ધોરણ ૧૦માં ૧૨૫ અને ધોરણ ૧૨માં ૫૦ વિદ્યાર્થી મળીને ૧૭૫ પરીક્ષાર્થી પરીક્ષા આપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here