તાપી : ઉચ્છલમાં ઉકાઇ જળાશયમાં હોડી પલટી, વધુ 6ના મૃતદેહ મળતા મૃત્યુ આંક સાત થયો

0
10

સુરત-તાપીઃ ગત રોજ તાપી જિલ્લાના ઉચ્છલમાં ઉકાઇ જળાશયના ફુગારામાં હોડી પલટી મારી ગઈ હતી. હોડીમાં બાળકો સહિત 13 જેટલા લોકો સવાર હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા મદદ કરવામાં આવી હતી અને 6 જેટલાનો બચાવ કરવામાં આવ્યો હતો. જ્યારે ગત રોજ એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ અન્યોની સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ ચાલી રહી હતી. જેમાં આજે વધુ છના મૃતદેહ મળી આવ્યા છે. દુર્ઘટના પહેલા હોડીમાં બેસતા લોકોનો વીડિયો સામે આવ્યો છે.

હોડીમાં બાળકો સહિત 13 લોકો સવાર હતા

હોળીની રજાઓને લઈને લોકો ફરવાના સ્થળે જઈ રહ્યા છે. દરમિયાન તાપી નદીની આસપાસ આવેલા સ્થળો મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામનો કોંકણી પરિવારના સભ્યોફરવા માટે ગયા હતા. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભીસકુદ ગામ ખાતે આવેલ ઉકાઇ જળાશયના ફુગારામાં હોડીમાં 13 જેટલા લોકો સવાર હતા. પિકનિક મનાવી પરત ફરતા સમયે ભારે પવનના કારણે હોડી પલટી મારી ગઈ હતી. જેથી બૂમાબૂમ થઈ ગઈ હતી.
6ના મૃતદેહ મળી આવ્યા
કિનારે હાજર લોકો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા મદદે પહોંચ્યા હતા. 6 જેટલાનો બચાવ કરી કિનારે લાવ્યા હતા. જ્યારે ગત રોજ એક બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આજે સ્થાનિક તરવૈયાઓની મદદથી અન્યો 6ની શોધખોળ ચાલી રહી હતી. દરમિયાન આજે તમામ 6ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
મૃતકોની યાદી

  • એંજલ ડેવિડભાઇ કોંકણી (ઉ.વ. 5)
  • આરાધ્યા સુકલાલ કોંકણી (ઉ.વ.7)
  • અભિષેક રાજેશ કોંકણી (ઉ.વ.11)
  • અંજના રાજેશ કોંકણી (ઉ.વ.14)
  • વિનોદ બુધિયા કોંકણી (ઉ.વ.18)
  • ઉર્મીલા રતુભાઈ કોંકણી (ઉ.વ.20)
  • રાજેશ બલીરામ કોંકણી (ઉ.વ.34)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here