બાંગ્લાદેશમાં દુર્ઘટના : ઢાકામાં બૂઢીગંગા નદીમાં હોડી ડૂબી જવાથી 28ના મોત, 100થી વધુ લોકો સવાર હતા, અમુક ગુમ

0
4

ઢાકા. બાંગ્લાદેશની રાજધાની ઢાકા પાસે બૂઢીગંગા નદીમાં હોડી ડૂબી જવાથી 28 લોકોના મોત થયા હતા. તેમાં 100થી વધુ લોકો સવાર હતા. 28 મૃતદેહ બહાર કાઢવામા આવ્યા છે. અમુક લોકોએ તરીને જીવ બચાવ્યો તો અમુકને બચાવવામાં આવ્યા હતા. વહીવટીતંત્રએ કહ્યુ છે કે બીજી હોડી સાથે અથડાવાથી આ દુર્ઘટના થઇ હતી. હજુ કેટલા લોકો ગુમ છે અને કેટલા બચાવવામાં આવ્યા છે તેની માહિતી મળી નથી.

28 killed, more than 100 people aboard boat sinking in Budhiganga river in Dhaka, some missing

હોડી ઢાકાથી મુંશીગંજ જઇ રહી હતી

ઢાકા પાસે શ્યામબાજારમાં સોમવારે સવારે 9.30 વાગ્યે દુર્ઘટના બની હતી. મોર્નિંગ બર્ નામની હોડી ઢાકાથી મુંશીગંજ જઇ રહી હતી. સરદારઘાટ ટર્મિનલ પાસે તે મોયુર-2 નામની અન્ય હોડી સાથે અથડાઇ ગઇ હતી. તેમાં મોર્નિંગ બર્ડ હોડી ડૂબી ગઇ હતી. અત્યારસુધી 18 પુરુષ, સાત મહિલાઓ અને ત્રણ બાળકોના મૃતદેહો બહાર કાઢવામા આવ્યા છે.