Tuesday, February 11, 2025
HomeસુરતSURAT : સુરતની તાપી નદીમાંથી મળ્યો અજાણ્યા યુવકનો મૃતદેહ, તણાઈને આવ્યાની આશંકાએ...

SURAT : સુરતની તાપી નદીમાંથી મળ્યો અજાણ્યા યુવકનો મૃતદેહ, તણાઈને આવ્યાની આશંકાએ તપાસ

- Advertisement -

સુરતમાંથી પસાર થતી તાપી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ઉમરા ગામ વિસ્તારમાં તાપી નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ તાપી નદીમાં તણાઈને આવ્યો હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી. જેથી તેઓએ ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

ઉમરા ગામમાં દમણ ફળીયા નજીક તાપી કિનારા પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે 35 વર્ષના અજાણ્યા યુવકનો મૃતદેહ ઉમરા ગામ તાપી નદી પાસે તણાઈ આવ્યો હતો. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો હતો. ફાયર વિભાગે યુવકનો મૃતદેહ બહાર કાઢી ઉમરા પોલીસને મૃતદેહ સોંપ્યો હતો. પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ફાયર ઓફિસર પ્રજ્ઞેશ પટેલે કહ્યું કે, કંટ્રોલમાં કોલ મળ્યા બાદ જવાનોનો કાફલો દોડી આવ્યો હતો. નદીમાં ભરતી હોવાના પગલે એક જગ્યાએ અટકેલી લાશ વહેણમાં તણાવાની તૈયારીમાં હતી. જેથી મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસને મુદ્દે સોંપી દેવામાં આવ્યો હતો. મૃતક યુવકની ઉંમર 35 વર્ષ હોવાનો અંદાજ છે. જ્યારે મૃતક યુવકની ઓળખની દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular