બોગસ તબીબ : દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો વધુ એક બોગસ ડોક્ટર પોલીસના હાથે ઝડપાયો

0
0

હળવદ તાલુકાના ભલગામડા ગામે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો વધુ એક બોગસ ડોક્ટર પોલીસના હાથે ઝડપાયો છે. ડોક્ટર લાઇસન્સ વગર પ્રેક્ટિસ કરતો હોવાનું પણ ખૂલ્યું છે. સાથે જ તેની પાસેથી દવાઓનો જથ્થો પણ મળી આવ્યો છે પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પંથકમાં છેલ્લા પંદર દિવસમાં પોલીસ દ્વારા જુદા-જુદા બે ગ્રામ્ય વિસ્તારમાંથી બોગસ ડોક્ટરોને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે. ત્યારે આજે હળવદ પી.આઈ પી.એ દેકાવાડિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ કોડના પોલીસ જવાન દેવેન્દ્રસિંહ ઝાલા, જયપાલસિંહ ઝાલા, યોગેશદાન ગઢવી, મૂમાભાઈ કલોત્રા સહિતનાઓએ હળવદ તાલુકાના ભલગામડા ગામે ગામની ચોકડી પર કમલા ક્લિનિક નામથી દવાખાનું ચલાવતા પશ્ચિમ બંગાળના ઝોલાછાપ ડોક્ટરને ઝડપી લીધો હતો.

પોલીસ દ્વારા બોગસ ડોક્ટર દેવ રતન શરત રોઈ (રહે.હળવદ રુદ્ર પાર્ક, મૂળ કલકત્તા) પાસેથી દવાઓનો જથ્થો પણ જપ્ત કર્યો છે. હાલ પોલીસ દ્વારા આ કહેવાતા ડોક્ટરને પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here