વડોદરા માં બોગસ પાસપોર્ટનું કૌભાંડ પકડાયુ, સ્પેનના 5 ડુપ્લિકેટ પાસપોર્ટ જપ્ત, 8 આરોપી ઝડપાયા

0
0

વડોદરાઃ વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાંથી એસઓજી પોલીસે બોગસ પાસપોર્ટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અને ભારતના 17 પાસપોર્ટ અને સ્પેનના 5 બોગસ પાસપોર્ટ સાથે 8 આરોપીની ધરપકડ કરી છે.

બેગમાંથી બોગસ પાસપોર્ટ મળી આવ્યા
વડોદરા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, સયાજીગંજ વિસ્તારમાં આવેલી રાજશ્રી ટોકીઝ સામેના ગેલોર્ડ ટી પોઇન્ટ પાસે 8 ઇસમો ભેગા થઇને શંકાસ્પદ હિલચાલ કરી રહ્યા છે, જેના આધારે વોચ ગોઠવીને પોલીસે તમામ આઠેય ઇસમોને પકડી પાડ્યા હતા. અને તેમની પાસેથી એક કાળા કલરની બેગ મળી આવી હતી. બેગ ખોલીને ચેક કરતા 17 ભારતીય પાસપોર્ટ, સ્પેનના 5 બોગસ પાસપોર્ટ મળી આવ્યા હતા. સ્પેનના પાસપોર્ટ ડુપ્લિકેટ હોવાનું ખુલ્યું હતું. અને સ્પેનના બોગલ પાસપોર્ટ બેંગ્લોરથી લાવવામાં આવ્યા હતા. અને ભારતીય પાસપોર્ટ આરોપીઓ અને તેમના પરિવારજનોના હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બે મુખ્ય આરોપીનો વિસનગરમા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ છે
આ કેસના બે મુખ્ય આરોપી દેવેન અને કિર્તિનો વિસનગરમા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ છે. આ ઉપરાંત દેવેન અને કિર્તીએ નિલેશ પંડ્યા નામના આરોપીને લોકોને વિદેશ મોકલવાનું કામ સોંપ્યું હતું. અને તેણે અન્ય પકડાયેલા પાંચ લોકોના પાસપોર્ટ ત્રણ લોકોએ બનાવ્યા છે. અને પાંચેય લોકોને પાસપોર્ટ આપવામાં આવી રહ્યા હતા. તે સમયે પોલીસે રેડ કરીને આઠ આરોપીઓને પકડી પાડ્યા હતા.

સ્પેનની એમ્બેસીમાંથી પાસપોર્ટની ખરાઇ કરવામાં આવશે
પકડાયેલા આરોપીઓનું પહેલાં તો ઇસ્ટોનિયા દેશમાં જવાનું પ્લાનિંગ હતું અને ત્યાંથી તેઓનું સ્પેન જવાનુ પ્લાનિંગ હતું. જપ્ત કરેલા પાસપોર્ટ અંગે સ્પેન એમ્બેસીમાંથી પણ ખરાઇ કરવામાં આવશે.

નિલેશ સામે અમદાવાદમાં 2થી 3 ગુના નોંધાયા છે
નિલેશ હસમુખભાઇ પંડ્યા સામે આ અગાઉ પણ અમદાવાદ શહેરના બેથી ત્રણ પોલીસ સ્ટેશનમાં બોગસ રીતે વિદેશ મોકલવાના અને વિઝા અને પાસપોર્ટને લગતા ગુના નોંધાયેલા છે.

રિપબ્લીક ઓફ ઇસ્ટોનિયાનુ ઓળખ પત્ર મળ જપ્ત કર્યું
પોલીસ ભારતના 17 પાસપોર્ટ અને સ્પેન 5 બોગસ પાસપોર્ટ મળીને 22 પાસપોર્ટ જપ્ત કર્યાં છે. આ ઉપરાંત હિતેષભાઇ ભરતભાઇ પટેલના નામનું રિપબ્લિક ઓફ ઇસ્ટોનિયાનુ ઓળખ પત્ર મળ જપ્ત કર્યું છે.

પકડાયેલા 8 આરોપીઓના નામ
– દેવેન વિષ્ણુભાઇ નાયક રહે, ૩૦ર, પિરામીડ એપાર્ટમેન્ટ,જુના રોડ બજાર કાંકરીયા રોડ, કાંકરીયા , અમદાવાદ
– કિર્તિકુમાર વેલજીભાઇ ચૌધરી રહે, રંગાકુઇ ગામ. તા.વિસનગર જી.મહેસાણા
– નિલેશ હસમુખભાઇ પંડયા રહે.ડી/૩૦૪,રુદ્રાક્ષ એપાર્ટમેન્ટ, ડીમાર્ટ રોડ, નરોડા નિકોલ, અમદાવાદ
– હિતેષભાઇ ભરતભાઇ પટેલ રહે, ગાયત્રીનગર સોસાયટી.,માંકણેજ તા.જી.મહેસાણા
– રાકેશકુમાર નારાયણભાઇ પ્રજાપતિ રહે, નંદાલીગામ તા.ખેરાલુ જી.મહેસાણા
– પ્રિયાંક નરેન્દ્રભાઇ પટેલ રહે, ભાવસોર ગામ તા.વિજાપુર જી.મહેસાણા
– પાર્થ દશરથભાઇ પટેલ રહે, ગાયત્રીનગર, માંકણજ ગામ તા.જોટાણા જી.મહેસાણા
– અલ્પેશકુમાર જયંતિભાઇ પટેલ રહે, વિહાર તા.માણસા જી.ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here