અમદાવાદ : બોલેરોની છતમાં ચોરખાનું બનાવી દારૂની હેરીફેરી, 161 વિદેશી બોટલ સાથે 3 પકડાયા

0
11

અમદાવાદ. આંબાવાડી વિસ્તારમાં C.N. વિદ્યાલય પાસેથી PCBની ટીમે બોલેરો ગાડીમાંથી 161 વિદશી દારૂની બોટલો કબ્જે કરી છે. આરોપીઓએ બોલેરોની છતમાં ચોરખાનું બનાવીને દારૂ છૂપાવ્યો હતો. અમદાવાદ પોલીસે રાજસ્થાનના ડુંગરપુરના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક દારૂ ભરી આપનાર અને અન્ય એક શખ્સ ફરાર છે.

રાજસ્થાનથી અમદાવાદ લવાયો હતો દારૂ

PCBની ટીમને બાતમી મળી હતી કે, એક ગાડીમાં રાજસ્થાનથી દારૂ ભરી અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. જે બાતમી આધારે પોલીસે પાંજરાપોળથી C.N. વિદ્યાલય તરફના રોડ પર વોચ ગોઠવી બાતમી વાળી ગાડી આવતા તેને પકડી રોકી હતી. પોલીસે ગાડીની ઉપર છતમાં જોતા એકચોરખાનું હતું, જેમાં વિદેશી દારૂ ભર્યો હતો. પોલીસે તમામ દારૂ કાઢી જોતા 161 વિદેશી દારૂની બોટલ હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતા જીતુ રાજપૂત નામના શખ્સએ દારૂ ભરી આપ્યો હતો અને આર.કે નામના શખસે દારૂ મંગાવ્યો હતો. પોલીસે હાલ બંનેની તપાસ શરૂ કરી છે.