બોનીએ શિખર પહાડિયા વિશે વાત કરતાં લખ્યું છે કે – હું તેને પ્રેમ કરું છું. થોડા સમય પહેલા પણ જ્યારે જાહ્નવી કપૂર અને શિખર પહાડિયા એકબીજાને મળ્યા ન હતા, ત્યારે પણ બોની અને શિખર સારા સંબંધો પર હતા. મને આ વાતની ખાતરી હતી કે શિખર ક્યારેય એક્સ નહી બની શકે. તે જાહ્નવીની આસપાસ જ રહેશે. અમારી વચ્ચે એવું છે કે જ્યારે પણ અમારામાંથી કોઈની પાસે કોઈ ખાસ હોય ત્યારે તે આખા પરિવાર સાથે હળીમળી જાય છે. અર્જુન હોય કે અન્ય કોઈ, શિખર પણ દરેક સાથે હળીમળી ગયો છે અને હું ધન્ય છું કે હવે શિખર પણ તેનો એક ભાગ બની ગયો છે.
જાહ્નવી કપૂરે તેની એક્ટિંગથી ફેન્સનું દિલ જીતી લીધું છે. એક્ટ્રેસને ફિલ્મોમાં આવ્યાને માત્ર 6 વર્ષ થયા છે પરંતુ તેની સક્સેસનો ગ્રાફ ઘણો હાઈ છે. તેની ફિલ્મો OTT પર પણ આવી ચુકી છે. તે છેલ્લે વરુણ ધવન સાથે ફિલ્મ બવાલમાં જોવા મળી હતી. હાલમાં એક્ટ્રેસ પાસે 3 પ્રોજેક્ટ છે. તે મિસ્ટર એન્ડ મિસિસ માહી, દેવરા ભાગ 1 અને ઉલઝ જેવા પ્રોજેક્ટનો એક ભાગ છે.