બોલિવુડ અભિનેતા દિલિપ કુમારના ભાઇ એહસાન ખાનનું કોરોનાની સારવાર દરમિયાન નિધન, 15 દિવસમાં બે ભાઇ ગુમાવ્યા

0
7

બોલિવુડ અભિનેતા દિલિપ કુમારના ભાઇ એહસાન ખાનનું ગત રાત્રે 11 વાગ્યે નિધન થયું હતું. તેઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. એહસાન ખાન હ્રદય રોગ, હાઇ બ્લડ પ્રેશર અને અલ્ઝાઇમરની બિમારીથી પણ પીડિત હતાં તેમ લીલાવતી હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત 21 ઓગસ્ટના રોજ દિલિપ કુમારના નાના ભાઇ અસલમ ખાનનું પણ કોરોનાની સારવાર દરમિયાન મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં નિધન થયું હતું. આમ 15 દિવસમાં સમય ગાળામાં દિલિપ કુમારના બે ભાઇઓના મૃત્યું થતાં તેમના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. એહસાન ખાન અને અસલમ ખાનને ગત 15 ઓગસ્ટે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here