Thursday, October 28, 2021
Homeબોલીવુડ એક્ટર ઋત્વિક રોશનના નાના અને મશહુર ડાયરેક્ટર જે ઓમપ્રકાશનું નિધન
Array

બોલીવુડ એક્ટર ઋત્વિક રોશનના નાના અને મશહુર ડાયરેક્ટર જે ઓમપ્રકાશનું નિધન

બોલીવુડ એક્ટર ઋત્વિક રોશનના નાના અને મશહુર ડાયરેક્ટર જે ઓમ પ્રકાશનું નિધન થયુ છે. તે 93 વર્ષના હતા. ફિલ્મ એક્ટર દીપક પારાશરએ ઓમપ્રકાશના નિધનની જાણકારી આપી હતી. દીપકે લખ્યુ કે, મારા સૌથી પ્રિય અંકલ જે.ઓમપ્રકાશ નથી રહ્યાં. સિનેમામાં તેમનું યોગદાન મહત્વનું રહેશે. ઋત્વિક રોશન પણ તેમના દાદા ઓમપ્રકાશની સૌથી નજીક હતા. થોડા સમય પહેલાં ઋત્વિકે ખુલાસો કર્યો હતો કે, દાદા એ તેમને જીવનના ઘણા પાઠ ભણાવ્યા હતા

ઓમ પ્રકાશને બોલીવુડની ફિલ્મ આદમી ખિલોના હૈ, આએ દિન બહાર કે, આપ કી કસમ, આઇ મિલન કી બેલા, આયા સાવન ઝુમ કે માટે યાદ કરવામાં આવશે. તેમને તેમના જીવનકાળ દરમિયાન ઘણી ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી હતી. તેમના નિધનની ખબર મળતા જ ધર્મેન્દ્ર તેમના ઘરે પહોંચ્યા અને તેમને શ્રધ્ધાજંલી આપી હતી. તેમની પ્રથમ ફિલ્મ ‘આપ કી કસમ’ થી અને એકટ્રેસ મુમતાજ સાથે જોવા મળ્યા હતા. જે ઓમપ્રકાશે ‘આસરા પ્યારા દા’ જેવી પંજાબી ફિલ્મો પણ બનાવી હતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments