Sunday, February 16, 2025
HomeNATIONALબોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠીની બહેન અને બનેવીને નડ્યો અકસ્માત,બનેવીનું મોત

બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠીની બહેન અને બનેવીને નડ્યો અકસ્માત,બનેવીનું મોત

- Advertisement -

બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠી પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, રોડ અકસ્માતમાં બનેવી મુન્ના તિવારીનુંમોત, બહેનની હાલત ગંભીર હવોના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર ઘટનાને પગલે બાદ પંકજ ત્રિપાઠીના બહેનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ, બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠીની બહેન અને તેના બનેવીનું અકસ્માત થયાને લઇ ચકચાર મચી જવા પામ્યો છે. દુર્ઘટનામાં પંકજ ત્રિપાઠીના બનેવી મુન્ના તિવારીનું મોત થયું છે. જ્યારે બહેનને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બંને બિહારના ગોપાલગંજના કમાલપુરથી નિરસા આવી રહ્યા હતા. પંકજના બનેવી મુન્ના તિવારી કાર ચલાવતા હતા. જ્યારે કારમાં બહેન સવિતા સવાર હતા. નિરસામાં થયેલા અકસ્માત બાદ બંને ઘાયલ થયા છે. બંનેને તાત્કાલિક SNMMCH હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પંકજ ત્રિપાઠીના બનેવી મુન્ના તિવારીનું અકસ્માતમાં મોત થયું છે. આ દરમિયાન તેની બહેન સરિતા ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અકસ્માતમાં કારના બોનેટમાંથી ડિવાઈડર ફાટીને ડ્રાઈવિંગ સીટથી પાછળની સીટ પર પહોંચી ગઈ હતી. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બોનેટમાંથી પાછળની સીટ પર ઉડી ગયા. અકસ્માતની ઘટનામાં પંકજ ત્રિપાઠીની બહેન અને બનેવી બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા, ત્યારબાદ બંનેને તાત્કાલિક SNMMCH હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પત્ની સવિતા તિવારી હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular