દુઃખદ : ‘ખટ્ટા મીઠા’ ફૅમ બોલિવૂડ એક્ટર રણજીત ચૌધરીનું 64 વર્ષની વયે નિધન, સેલેબ્સે શોક વ્યક્ત કર્યો

0
10

મુંબઈ. ‘ખટ્ટા મીઠા’ તથા ‘ખૂબસૂરત’ જેવી ફિલ્મમાં પોતાની અલગ ઓળખ બનાવનાર કલાકાર રણજીત ચૌધરીનું 64 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તેમની બહેન રૈલ પદ્મસીએ સોશિયલ મીડિયામાં આ વાત શૅર કરી હતી.

શું કહ્યું?
રૈલ પદ્મસીએ સોશિયલ મીડિયામાં કહ્યું હતું, રણજીત ચૌધરીની આજે (16 એપ્રિલ)ના રોજ અંતિમસંસ્કાર કરવામાં આવશે. પાંચ મેના રોજ પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવશે અને તેમાં રણજીતને યાદ કરવામાં આવશે.

સેલેબ્સે શોક વ્યક્ત કર્યો
રણજીતના નિધનની સમાચાર સાંભળીને બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ‘કાંટે’ના ડિરેક્ટર સંજય ગુપ્તાએ કહ્યું હતું, રણજીત ચૌધરીની આત્માને શાંતિ મળે. તેમની સાથે ‘કાંટે’માં કામ કરવાની મજા આવી. ‘ખટ્ટા મીઠા’ મારી ફેવરિટ છે. તમે જ્યાં પણ હોવ ત્યાં હસતા રહેજો.

https://twitter.com/_SanjayGupta/status/1250605815569846272

રાહુલ ખન્નાએ કહ્યું હતું, તેમની પાસેથી ઘણું જ શીખવા મળ્યું, ઈન્ડિયન ડાયસ્પોરા સિનેમાના તેઓ આઈકોન હતાં.

રાહુલ ધોળકિયાએ કહ્યું હતું, રણજીત ચૌધરીના નિધનથી દુઃખ થયું. તેમની ફિલ્મ્સનો જબરજસ્ત ફૅન હતો. શાનદાર કોમિક ટાઈમિંગ તથા જબરજસ્ત એક્ટર. ‘ખટ્ટા મીઠા’, ‘ખૂબસૂરત’, ‘’લોનલી ઈન અમેરિકા, ‘સેમ એન્ડ મી’ જેવી ફિલ્મમાં કામ કર્યું. તેઓ અમારા શો ‘નયા અંદાજ’ના પહેલાં જજ હતાં.

ઉલ્લેખનીય છે કે રણજીત ચૌધરીનો જન્મ 19 સપ્ટેમ્બર, 1955માં થયો હતો. તેમણે ફિલ્મ, ટેલિવિઝન તથા થિયેટરમાં કામ કર્યું હતું. રણજીત ચૌધરીએ 1978માં ‘ખટ્ટા મીઠા’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે ‘બાતો બાતો મેં’ તથા ‘ખૂબસૂરત’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. એક્ટર હોવાની સાથે તેઓ લેખક પણ હતાં. ‘સેમ એન્ડ મી’નો સ્ક્રીન પ્લે લખ્યો હતો અને તેમાં એક્ટિંગ પણ કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here