બોલીવુડ અભિનેત્રી કાજલ અગ્રવાલે નેટ ડ્રેસમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

0
0

ફિલ્મ ‘સિંઘમ’ થી બોલીવુડમાં ઓળખાણ બનાવનારી અભિનેત્રી કાજલ અગ્રવાલ એક્ટિંગની સાથે-સાથે ફોટોશૂટના કારણે ચર્ચાઓમાં રહે છે. ઘણી વખત તેમની તસ્વીરો સોશિયલ મીડિયા પર તહલકો મચાવતી રહે છે. આ દિવસોમાં કાજલ અગ્રવાલ ફોટોશૂટ કરાવવામાં વ્યસ્ત છે. તાજેતરમાં એક વખત ફરીથી તેમને પોતાના ફોટોશૂટની કેટલીક તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

આ તસ્વીરોમાં ‘સિંઘમ ગર્લ’ ફ્લાવર્સ નેટ વાળી નેવી બ્લુ ડ્રેસમાં ખુબ જ હોટ અને બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે.કાજલ અગ્રવાલની આ ડ્રેસને ડિઝાઈનર સુનૈના ખેરાએ ડીઝાઈન કરી છે. ડ્રેસ સાથે ખુલ્લા વાળ, ન્યુડ મેકઅપ અને સ્મોકી આઈ તેમના લુકને કમ્પ્લીટ કરી રહી છે. આ લેટેસ્ટ તસ્વીરોમાં કાજલ અગ્રવાલની ગ્લેમરસ અદાઓ, એલિગેંસ અને ગ્રેસ જોવાલાયક છે. તેમના આ ફોટોશૂટની તસ્વીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે, જેને ચાહકો પસંદ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે. તેમના ઇન્સ્ટાગ્રામ પર ૧૧ મીલીયન્સ ફોલોવર્સ છે. તે હંમેશા પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટને લઈને ચર્ચાઓમાં રહે છે. કાજલ અગ્રવાલના ચાહકોને તેમનો સ્ટાઈલીશ અંદાજ ખુબ પસંદ આવે છે અને તે ખુબ જ સુંદર જોવા મળે છે. વર્કફ્રંટની વાત કરીએ તો કાજલ અગ્રવાલે બોલીવુડ ફિલ્મ ‘કયો…હો ગયા ના’ માં નાના રોલથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. કાજલ અગ્રવાલ ફિલ્મ સ્પેશલ ૨૬ માં અક્ષય કુમાર સાથે અને ‘સિંઘમ’ માં અજય દેવગણના સાથે કામ કરી પોપ્યુલર થઈ છે. જ્યારે તેમ છતાં તે બોલીવુડ ફિલ્મ ક્વીનના તામિલ રીમેકની તૈયારીઓમાં જોડાયેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here