Tuesday, September 21, 2021
Homeબોલિવૂડની અભિનેત્રી ઝરીનખાન સાસણ પહોંચી
Array

બોલિવૂડની અભિનેત્રી ઝરીનખાન સાસણ પહોંચી

બોલીવૂડની અભિનેત્રી ઝરીનખાને સાસણ ગિરની મુલાકાત લીધી હતી. તેણે આજે સવારે જંગલ સફારીનો આનંદ માણ્યો હતો. અને સિંહ પણ જોયા હતા. આ અંગે વનવિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, બોલીવૂડની અભિનેત્રી ઝરીનખાન ગઇકાલે સાંજે મોટરમાર્ગે સાસણ આવી હતી. સાસણના એક રીસોર્ટમાં રોકાણ કર્યું હતું. અને આજે સવારે 7 વાગ્યાની જંગલ સફારીની પરમીટ કઢાવી હતી.

સવારે તેણે વનવિભાગના ગાઇડ તરીકે ફોરેસ્ટર દવે સાથે જંગલ સફારીનો લાભ લીધો હતો. જેમાં તેને બે સિંહ જોવા મળ્યા હતા. આ જંગલ સફારીના વીડિયો તેણે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં પણ શેર કર્યા હતા. ધીમે ધીમે બોલીવૂડ સ્ટાર્સ અને સેલિબ્રિટીઓમાં સાસણ ગિર અને સિંહ દર્શનનું આકર્ષણ વધી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments