બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આજે અયોધ્યા પ્રવાસે છે. તેમણે રામલલાના દરબારમાં જઈને પૂજા કરી.અહીં તેઓ માત્ર રામલલાના દર્શન જ નહીં કરે, પરંતુ જવેલરી શોરૂમનું ઉદ્ઘાટન પણ કરશે. આ સાથે તેમની અયોધ્યાના કમિશનરને મળવાનુ પણ આયોજના છે. અમિતાભ બચ્ચન અયોધ્યાના એરપોર્ટ પર ઉતર્યા બાદ સીધા રામ જન્મભૂમિ ગયા હતા.
બોલિવૂડના મહાનાયકે આજે ભગવાના રામલલ્લાના દર્શન કરી ધન્યતા અનુભવી,આ પહેલા પણ અમિતાભ બચ્ચને અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક સમારોહમાં સામેલ થયા હતા.સાથે સાથે પુત્ર અભિષેક બચ્ચન પણ મુંબઈથી અયોધ્યા પહોંચ્યા હતા. આ દરમિયાન અમિતાભ એક્ટર અરુણ ગોવિલ સાથે મંદિર પરિસરમાં વાત કરતા જોવા મળ્યા હતા.
રામજન્મભૂમિ સંકુલથી તેઓ સીધા અયોધ્યા કમિશનર ગૌરવ દયાલના નિવાસસ્થાને જશે,અમિતાભ બચ્ચન બપોરે 3:30 થી 4 વાગ્યા સુધી અયોધ્યાના સિવિલ લાઇન્સમાં કલ્યાણ જવેલર્સના શોરૂમનું ઉદ્ઘાટન કરશે. અહીંથી સાંજે 5 વાગ્યે તેઓ સીધા મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ જશે અને અયોધ્યાથી પરત ફરશે.અમિતાભ બચ્ચન રામ મંદિરના નિર્માણ બાદ બીજી વખત અયોધ્યા આવ્યા હતા .મહત્વની વાત તો એ છે કે,રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે પણ ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.તો ભગવાન રામની શ્રદ્ધાને લઈ રોજ બરોજ હજારો ભકતો દર્શન કરી ધન્યતા અનુભવે છે