Tuesday, September 21, 2021
Homeબોલિવૂડ ખેલાડી કોરોના સામે જીત્યો : 8 દિવસ પછી અક્ષય કુમાર હોસ્પિટલથી...
Array

બોલિવૂડ ખેલાડી કોરોના સામે જીત્યો : 8 દિવસ પછી અક્ષય કુમાર હોસ્પિટલથી ઘરે આવ્યો

બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર કોવિડ-19 સામે જંગ જીતીને ઘરે આવી ગયો છે. તેની પત્ની ટ્વિન્કલ ખન્નાએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. એક્ટ્રેસે કપલ કેરિકેચર પોસ્ટ કર્યું છે. કેપ્શનમાં ટ્વિન્કલે લખ્યું, ‘સહી સલામત. તેને મારી આજુબાજુ જોઇને ખુશ છું. ઓલ ઇઝ વેલ.’

4 એપ્રિલે અક્ષયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ 4 એપ્રિલના રોજ પોઝિટિવ આવ્યો હતો. 53 વર્ષીય સુપરસ્ટારે સો. મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, ‘આજે વહેલી સવારે મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. દરેક પ્રોટોકોલ્સનું પાલન કરી મેં પોતાને આઇસોલેટ કર્યો છે. હું હાલ હોમ ક્વોરન્ટીન છું. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું. એક્શનમાં જલ્દી પરત ફરીશ.’

5 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ થયો હતો
સંક્રમિત થયાને એક દિવસ પછી તે હિરાનંદાની હોસ્પિટલમાં એડમિટ થયો હતો. એ પછી એવી ચર્ચાઓ પણ થઇ હતી કે ફિલ્મ ‘રામસેતુ’ના સેટ પર 45 ક્રૂ મેમ્બર્સ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જો કે, ફિલ્મની કો-પ્રોડક્શન કંપની અંબુદતિયા એન્ટરટેઈનમેન્ટના માલિક વિક્રમ મલ્હોત્રાએ આ સમાચારને અફવા કહ્યા હતા. તેમણે કહ્યું કે, 25 લોકો સંક્રમિત થયા હતા, પણ તેમાંથી કોઈ ટીમમાં નહોતા.

વધુમાં વિક્રમે કહ્યું, 5 એપ્રિલે મડ આઈલેન્ડમાં શૂટિંગ શરુ થવાનું હતું અને તે માટે 190 લોકોની ટીમ બનાવી હતી. બે દિવસ પહેલાં બધાનો ટેસ્ટ કરાવ્યો ત્યારે 25 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને યુનિટમાંથી બહાર કર્યા. અક્ષય કુમાર આ 25 લોકોને લીધે કોરોનાની ઝપેટમાં આવ્યો નહોતો.

આ સેલેબ્સ કોરોનાની ચપેટમાં આવ્યાં
સંગીતકાર તથા સિંગર બપ્પી લહરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધી આમિર ખાન, આમિરનો મિત્ર અમીન હાજી, રોહિત સરફ, રમેશ તૌરાની, મનોજ વાજપેયી, સિદ્ધાંત ચતુર્વેદી, ફાતિમા સના ખાનનાં નામ કોરોના પોઝિટિવમાં આવ્યાં છે. આ સાથે જ સંજય લીલા ભણસાલી, રણબીર કપૂર, સતીશ કૌશિક તથા તારા સુતરિયા, આર. માધવન, કાર્તિક આર્યન, મિલિંદ સોમણ રિકવર થઈ ગયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments