બોલિવુડની તૂટી ગઇ સાજિદ-વાજિદની જોડી ! સંગીતકાર વાજિદ ખાનનું નિધન

0
0

બોલિવૂડની સંગીતકાર જોડી સાજિદ-વાજિદના વાજિદ ખાનનું 42 વર્ષની ઉંમરે રવિવાર રાત્રે નિધન થઈ ગયું છે. વાજિદે સિંગર તરીકે સલમાન ખાન માટે ‘હમકો પીની હૈ’, ‘મેરા હી જલવા’ સહિત અનેક હિટ ગીતો પણ ગાયા છે.

મળતી વિગત મુજબ, વાજિદને કિડનની સમસ્યાના કારણે લગભગ 60 દિવસ પહેલા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓએ થોડા સમય પહેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી. લગભગ ત્રણ દિવસ પહેલા તેમનામાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા, પરંતુ તેમના મોતનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. તેઓ ડાયાબિટીક પણ હતા.

જોકે કોરોનાના લક્ષણ જોતા અને સુરક્ષા કારણોને કારણે વાજિદની અંતિમ યાત્રામાં માત્ર બે લોકો જ સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે સાજિદ-વાજિદની જોડી બોલિવુડના દબંગ સલમાન ખાન માટે સંગીત તૈયાર કરતા રહ્યા છે. વાજિદ ખાને સાજિદની સાથે મળીને સલમાન માટે કેટલાંય ગીતોનું નિર્દેશન કર્યું. તેમાં દબંગના ફેમસ ગીતો સામેલ છે.

સાજિદ-વાજિદ એ 1998મા સલમાન ખાન અભિનીત ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’થી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ આ જોડીએ એક પછી એક હિટ ફઇલ્મ માટે સંગીત આપ્યું. તેમાં ચોરી ચોરી, હેલો બ્રધર, મુજસે શાદી કરોગી, પાર્ટનર, વોન્ટેડ, દબંગ જેવી ફિલ્મો સામેલ છે. સાજિદ-વાજિદની જોડીએ હજુ તાજેતરમાં જ સલમાન ખાન માટે ‘ભાઇ-ભાઇ’ કંપોઝ કર્યું હતું. એક ગાયક તરીકે વાજિદ ખાને 2008મા ફિલ્મ પાર્ટનર માટે ગીત પણ ગાયુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here