બોલિવૂડનું નવું કપલ ચોરીછૂપી વિદેશ ફરીને પાછું આવતું ઝડપાઇ ગયું

0
13

નવા વર્ષમાં અનેક કપલ ઉજવણી કરવા માટે વિદેશ ગયાં હતાં. આ લિસ્ટમાં રણવીર-દીપિકા, રણબીર-આલિયા, વિરાટ-અનુષ્કા, સોનમ આનંદ, વરુણ-નતાશા, સૈફ-કરીના વગેરેનો સમાવેશ થાય છે. આ બધા જ નવા વર્ષની ઉજવણી માટે અલગ અલગ ડેસ્ટિનેશન પર ગયાં હતાં જોકે વરુણ-નતાશા, કરીના-સૈફ અને વિરાટ-અનુષ્કા સ્વિટ્ઝર્લેન્ડમાં ભેગાં થઇ ગયાં હતાં.

હવે વાત કરીએ નવાં કપલની તો આ કપલ ચોરીછૂપી વિદેશ ફરીને પાછું આવતું ઝડપાઇ ગયું હતું. વાત કરીએ છીએ, કિઆરા અને સિદ્ધાર્થ મલ્હોત્રાની. જી હા, આ નવા વર્ષે કિઆરા અને સીડ શ્રીલંકા ફરી આવ્યાં હતાં. આ બંને સાથે જ ફરવા ગયાં હતાં અને પાછાં પણ સાથે ફર્યાં હતાં. ગયાં ત્યારે તો બંને અલગ અલગ રીતે ગયાં હોવાથી અહીં કોઈને જાણ નહોતી થઇ પણ પાછા ફરતી વખતે બંને સાથેસાથે આવતાં કેમેરામાં ઝડપાઇ ગયાં હતાં.

ત્યારથી આ વાત ચર્ચાઇ રહી છે કે કિઆરા અને સિદ્ધાર્થ મલ્હોત્રા એકબીજાને ડેટ કરી રહ્યાં છે. વેલ, સિદ્ધાર્થનું નામ આ પહેલાં તારા સાથે પણ ઊડયું હતું. તો હવે જોઇએ કિઆરા અને સિદ્ધાર્થના સંબંધો ખરેખર કેવા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here