બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ફાંસો ખાઈને આપઘાત કર્યો

0
169

સુશાંત સિંહ રાજપુતે મુંબઈ ખાતેના પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર

બોલિવૂડમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઇમાં તેમના ઘરે ફાંસી લગાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. સુશાંત બોલિવૂડનો ખૂબ જ લોકપ્રિય અભિનેતા હતો. તેણે ટીવી એક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

સુશાંતની આત્મહત્યા કરવાનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. મુંબઈ પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી નથી. સુશાંત સિંહ રાજપુતે એમ એસ ધોની, છિછોરે, કેદારનાથ સહિતની સંખ્યાબંધ ફિલ્મોમાં કામ કરીને બોલિવૂડ જગતમાં પોતાની જગ્યા બનાવી હતી. અભિનેતા બાંદ્રા ખાતે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. નોકરાણીએ અભિનેતાને ઘરમાં લટકેલી મૃત હાલતમાં જોયો હતો. અભિનેતા માત્ર 35 જ વર્ષની ઉંમરનો હતો. સુશાંતે આત્મહત્યા કરી લીધો હોવાની જાણ થતા જ ફિલ્મ જગત અને તેના કરોડો ચાકહોમાં સન્નાટો છવાઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here