તાલિબાન સાથે શાંતિ મંત્રણા વચ્ચે કાબુલમાં બોંબ વિસ્ફોટ

0
2

અફઘાનિસ્તાનના પબ્લિક પ્રોટેક્શન ફોર્સના જર્નાલિસ્ટમાંથી પ્રવક્તા બનેલા ઝિયા વાદનની બોંબ વિસ્ફોટથી તેમને નિશાન બનાવીને હત્યા કરવામાં આવી છે. આ વિસ્ફોટમાં તેમની સાથેના બે સાથીઓના પણ મોત થયા હોવાનું અફઘાનના ઈન્ટિરિયર મંત્રાલયે જણાવ્યું હતું.

કાબુલના પૂર્વ હિસ્સામાં બનેલી આ ઘટનાથી અફઘાનિસ્તાન ફરી ધ્રુજી ઉઠ્યું છે. ઝિયા વાદન અગાઉ કેટલાક મીડિયા નેટવર્ક્સમાં પણ કામ કરી ચૂક્યા છે. તેમના વાહનને IEDથી નિશાન બનાવાયું હતું. આ વિસ્ફોટમાં અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં કતાર ખાતે અફઘાન સરકારના નેગોશિયેટર્સ તાલિબાન સાથે શાંતિ મંત્રણા માટે પહોંચ્યા છે ત્યારે જ આ બોંબ વિસ્ફોટ થયો છે.

આ આતંકી હુમલા અંગે કોઈ આતંકી જૂથે હાલ જવાબદારી સ્વીકારી નથી પરંતુ ભૂતકાળના અનેક હુમલાઓમાં ખતરનાક આતંકી સંગઠન ઈસ્લામિક સંગઠને જવાબદારી સ્વીકારી હતી. આ ઉપરાંત તાલિબાનના આતંકીઓ પણ અવારનવાર આતંકી હુમલા કરતા રહે છે.