બોમ્બે હાઈકોર્ટમાં ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની જામીન અરજી પર સુનાવણી, લોઅર કોર્ટમાં બે વાર જામીન નામંજૂર થયા છે

0
0

ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલ રિયા ચક્રવર્તી તથા તેના ભાઈ શોવિક ચક્રવર્તીની જામીન અરજી પર આજે 29 સપ્ટેમ્બરના રોજ બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી તશે. આ ઉપરાંત સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, કુક દીપેશ સાંવત તથા ડ્રગ પેડલર બાસિતની જામીન અરજીનો નિર્ણય આવી શકે છે. આ તમામની જામીન અરજી બેવાર લોઅર કોર્ટે નામંજૂર કરી હતી. NCBના અધિકારીઓ શોવિકની જેલમાં પણ પૂછપરછ કરી ચૂક્યા છે.

NCB રિયાની જામીન અરજીનો વિરોધ કરશે
તપાસ એજન્સીએ સોમવાર, 28 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં કહ્યું હતું કે રિયા તથા શોવિક ડ્રગ્સ સિન્ડેકેટના એક્ટિવ મેમ્બર છે અને અનેક હાઈ સોસાયિટીના લોકો તથા ડ્રગ પેડલર્સ સાથે જોડાયેલા છે. આ બંને પર 27Aની કલમ નોંધવામાં આવી છે. આથી જ તેમને જામીન મળવા જોઈએ નહીં. જસ્ટિસ સારંગ વી કોતવાલની સિંગલ બેંચે 24 સપ્ટેમ્બરના રોજ NCB પાસે રિયાની જામીન અરજી પર જવાબ માગ્યો હતો. NCBએ કહ્યું હતું કે રિયાએ ડ્રગ્સ ખરીદવાની વાત કબૂલ કરી છે. તેણે એમ પણ કહ્યું છે કે ડ્રગ્સ ખરીદવા માટે તેણે સેમ્યુઅલ મિરાન્ડા, દીપેશ સાંવત તથા શોવિક ચક્રવર્તીને કહ્યું હતું. આજે આ કેસમાં NCB કોર્ટમાં પોતાના ફાઈન્ડિંગ્સ રજૂ કરશે, જેમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર તથા સારા અલી ખાનના નિવેદન સામેલ છે. સુશઆંત સાથે જોડાયેલા કેસમાં અત્યાર સુધી 21 લોકોની ધરપકડ કરાઈ છે.

સુશાંતના પરિવારના વકીલે તપાસ પર સવાલ ઊભા કર્યા
થોડાં સમય પહેલા જ સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે NCBની તપાસ સામે સવાલ ઊભા કર્યા હતા અને કહ્યું હતું કે આનાથી સત્ય સામે આવશે નહીં. હાલમાં તો મોટા-મોટા સ્ટાર્સની પરેડ થઈ રહી છે અને કોઈ પણ સ્ટાર પાસેથી ડ્રગ્સ મળ્યું નથી. CBI ટીમ હજી સુધી AIIMSની ટીમને કેમ મળી નથી? CBIએ હજી સુધી સુસાઈડથી મર્ડર કન્વર્ટ કરવામાં શું મુશ્કેલી નડી રહી છે? આટલું જ નહીં CBIએ કોઈ પ્રેસ સ્ટેટમેન્ટ પણ રિલીઝ કર્યું નથી. તપાસમાં ઘણું જ મોડું થઈ રહ્યું છે. CBI કહે કે અત્યાર સુધીની તપાસમાં શું મળી આવ્યું છે. વધુમાં વિકાસ સિંહે કહ્યું હતું કે ક્યાંકને ક્યાંક CBI તપાસમાં મોડું થઈ રહ્યું છે અને પરિવારને લાગે છે કે કેસના મૂળ સુધી જવાનો જે પ્રયાસ હતો, તેમાં હવે ઘટાડો થયો છે. જો તપાસ ટ્રેક પર પરત નહીં આવે તો આ ઠીક રહેશે નહીં.

ક્ષિતિજ તથા સેમ્યુઅલ મિરાન્ડા વચ્ચે સંબંધો
26 સપ્ટેમ્બરના રોજ આ કેસમાં ધર્મમેટિક એન્ટરટેઈનમેન્ટના પૂર્વ પ્રોડ્યૂસર-ડિરેક્ટર ક્ષિતિજ પ્રસાદની ધરપકડ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં એક લિંક સેમ્યુઅલ મિરાન્ડા સાથે જોડાયેલી મળી હતી. NCBએ રિયાએ જે સિન્ડિકેટનો ભાગ ગણાવી હતી, તેમાં સેમ્યુઅલ મિરાન્ડા પણ સામેલ છે. NCBની પૂછપરછમાં ક્ષિતિજે કહ્યું હતું કે તે કરમજીત આનંદ પાસેથી ડ્રગ્સ ખરીદતો હતો. કરમજીત પાસેથી જ સેમ્યુઅલ ડ્રગ્સ લેતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here