65 વર્ષીય બોન્ડ ગર્લ તાન્યા રોબર્ટ્સનું નિધન : તાન્યાના મિત્ર માઈક પિંગલે આ સમાચાર શેર કર્યા.

0
7

65 વર્ષીય બોન્ડ ગર્લ તાન્યા રોબર્ટ્સનું નિધન થઇ ગયું છે. તાન્યા બોન્ડ ફિલ્મ અ વ્યૂ ટુ કિલ સિવાય સેવન્ટીઝ શોમાં દેખાયા હતા. 24 ડિસેમ્બરે તાન્યા તેમના કૂતરાને આંટો મરાવતા સમયે પડી ગયા હતા. ત્યારબાદ તેમને લોસ એન્જલસની સીડર સિનાર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. રવિવારે 3 જાન્યુઆરીએ તેમનું મૃત્યુ થયું. તાન્યાના મિત્ર માઈક પિંગલે આ સમાચાર શેર કર્યા.

 

કોરોનાથી નથી થયું તાન્યાનું મૃત્યુ

જોકે, તાન્યાના મૃત્યુનું કારણ હજુ સુધી સામે આવી શક્યું નથી. પડ્યા તે પહેલાં પણ કોઈ બીમારી ન હતી, ઉંમર સંબંધિત કોઈ હેલ્થ ઇસ્યુ પણ ન હતો. જોકે આ કન્ફર્મ છે કે તેમનું મૃત્યુ કોરોનાને કારણે નથી થયું. માઈકે જણાવ્યું કે તે ઘણા હોશિયાર અને સુંદર એક્ટ્રેસ હતા.મને લાગે છે કે તેમના જવાથી કોઈ રોશની જતી રહી છે. તે એક એન્જલ હતા. તે તેમના ફેન્સને પ્રેમ કરતા હતા.

તાન્યા પછી હવે તેમના ઘરે બહેન બાર્બરા, તેમના પાલતુ પ્રાણી અને તેમનો 18 વર્ષીય પાર્ટનર લાન્સ ઓબ્રાયન રહ્યા છે.

ડેબ્યુના 10 વર્ષ પછી ઓળખ મળી

તાન્યાએ 1975 માં ડેબ્યુ કર્યું હતું, પણ તેમનો સૌથી મહત્ત્વનો રોલ 1985માં રિલીઝ થયેલી બોન્ડ સિરીઝની ફિલ્મ અ વ્યૂ ટુ કિલમાં રહ્યો. તેમાં રોજર મૂર જેમ્સ બોન્ડના રોલમાં હતા. તાન્યાએ સ્ટેસી સેટનનો રોલ નિભાવ્યો હતો. ગ્લોબલ મીડિયા અટેંશન મળ્યા છતાં તાન્યાનું કરિયર એટલું આગળ વધી ન શક્યું જેટલી તેમને આશા હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here