ટોયોટાની અપકમિંગ અર્બન ક્રૂઝર SUVનું બુકિંગ શરૂ થયું, ₹11,000 આપીને બુક કરાવી શકાશે

0
6

ટોયોટા કિર્લોસ્કર મોટર્સે તેની અપકમિંગ SUV (સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ) SUV Urban Cruiserનું બુકિંગ શરૂ કરી દીધું છે. આ SUV બુક કરાવવા 11,000 રૂપિયા ટોકન અમાઉન્ટ આપવી પડશે. ભારતમાં આ SUV ફેસ્ટિવ સિઝનમાં લોન્ચ થઈ શકે છે. આ SUV મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશન ઓપ્શન સાથે આવશે.

વિટારા બ્રેઝાનું રિબેઝ્ડ વર્ઝન
સુઝુકીની પાર્ટનરશિપ હેઠળ આવનારી આ બીજી કાર હશે. આ પાર્ટનરશિપ પહેલાં ટોયોટા ગ્લાન્ઝા આવી હતી, જે મારુતિ બલેનો પર આધારિત છે. ટીઝર ઇમેજમાં અર્બન ક્રૂઝરની ગ્રિલ જોવા મળી રહી છે. તેમાં ટોયોટા ફોર્ચ્યૂનરથી ઇન્સ્પાયર્ડ ડ્યુઅલ ક્રોમ સ્લેટ ગ્રિલ છે, જેની વચ્ચે ટોયોટાનો લોગો આપવામાં આવ્યો છે.

ફીચર્સ
અર્બન ક્રૂઝનું ઇન્ટિરિયર મારુતિ બ્રેઝા જેવું જ હશે. જો કે, કેબિનમાં બ્રાઇટ કલર સ્કીમ અને નવી અપહોલ્સ્ટ્રી આપવામાં આવી શકે છે. ટોયોટાની આ SUVમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક એસી અને LED DRL સાથે પ્રોજેક્ટર હેડલેમ્પ વગેરે જેવાં ફીચર્સ મળશે. ટોયોટા તેની આ SUV ફક્ત ટોપ એન્ડ વેરિઅન્ટ્સમાં રજૂ કરી શકે છે.

પાવરફુલ એન્જિન
ટોયોટા અર્બન ક્રૂઝરમાં મારુતિ બ્રેઝાવાળું 1.5 લિટર K-સિરીઝ પેટ્રોલ એન્જિન મળશે, જે સુઝુકીની માઇલ્ડ હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે આવે છે. આ એન્જિન 103bhp પાવર અને 138Nm ટોર્ક જનરેટ કરે છે. આ સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને 4 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સના ઓપ્શન આપવામાં આવે છે.

આ ગાડીઓ સાથે સ્પર્ધા થશે
આ નવી SUV સાથે ટોયોટા ઇન્ડિયન માર્કેટમાં સબકોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં એન્ટ્રી કરશે. આ સેગમેન્ટમાં મારુતિ બ્રેઝા અને હ્યુન્ડાઇ વેન્યૂ પહેલેથી છે. આ ઉપરાંત, અર્બન ક્રૂઝની ટક્કર આ સેગમેન્ટમાં આવતી મહિન્દ્રા XUV300, ટાટા નેક્સન, ફોર્ડ ઇકોસ્પોર્ટ અને કિઆ સોનેટ સાથે થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here