બુકિંગ : 2 ઓક્ટોબરથી મહિન્દ્રાની ન્યૂ થાર 2020નું બુકિંગ શરૂ થશે, હાઇટેક ફીચર્સથી સજ્જ આ કારની પ્રારંભિક કિંમત ₹9.75 લાખ રહેવાની શક્યતા

0
0

મહિન્દ્રા આવતા મહિને 2 ઓક્ટોબરે તેની ઓફ-રોડ SUV થાર 2020 લોન્ચ કરશે. કંપની તે જ દિવસે તેની કિંમતે જાહેર કરશે. જો કે, લોન્ચિંગ પહેલાં જ આ કારનું બુકિંગ શરૂ થઈ ગયું છે. ન્યૂ થારની ડિઝાઇનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. આ જ કારણ છે કે જૂનાં મોડેલ કરતાં આ વધારે આકર્ષક અને વિશાળ લાગે છે. તેની કિંમત સંબંધિત વિગતો બહાર આવી છે. પરંતુ તે કેટલી સાચી છે તે તો આ કારની લોન્ચિંગ ઇવેન્ટમાં જ જાણવા મળશે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ઓટોમોબાઈલ બિઝનેસના ચીફ ડિઝાઇનર રામકૃપા અનંથને જણાવ્યું કે, થાર એક આઇકન છે. ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમે થારના ઘણા પાસાંઓમાં ફેરફાર કર્યા છે. અમે તેને વધુ મોડર્ન અને સેફ બનાવી છે.

થાર 2020 પાવરફુલ અને સ્ટાઇલિશ છે

  • ન્યૂ થારમાં કી-ટ્રેક વધારીને 1,820mm કરી દેવામાં આવ્યો છે. તેનો અર્થ એ કે હવે તેમાં વધુ જગ્યા મળશે. તેમજ, તેમાં R18 (255/65) ટાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • તેમાં BS6 કમ્પ્લાયન્ટ 2.2-લિટર mHawk ડીઝલ એન્જિન છે. તેમજ, 2.0 લિટરનું MStallion TGDi પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. બંને એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે.
  • આ કાર 6 કલરમાં લોન્ચ કરવામાં આવશે. તેમાં રેડ રેજ, મિસ્ટિક કોપર, નેપોલી બ્લેક, એક્વામારીન, ગેલેક્સી ગ્રે અને રોકી બેજ કલર ઓપ્શન સામેલ છે.
  • થારમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લેને સપોર્ટ કરશે. સારી સાઉન્ડ ક્વોલિટી માટે તેમાં રૂફ માઉન્ટેડ સ્પીકર્સ મળશે.
  • મહિન્દ્રા થારમાં નવું MID યૂનિટ, સ્ટિયરિંગ માઉન્ટેડ કન્ટ્રોલ, ઓટોમેટિક ક્લાયમેટ કન્ટ્રોલ, લેધર અપહોલ્સ્ટ્રી, ટ્રેક્શન કન્ટ્રોલ, ડ્યુઅલ એરબેગ સાથે અન્ય ઘણાં સેફ્ટી ફીચર્સ સામેલ કરવામાં આવ્યાં છે.

એન્જિન ડિટેલ્સ

  • નવી મહિન્દ્રા થારમાં 2.2 લિટરનું ચાર સિલિન્ડર ડીઝલ અને નવું 2.0 લિટર mStallion ટર્બોચાર્જ્ડ અને ડાયરેક્ટ ઇન ઇન્જેક્શન પેટ્રોલ એન્જિન આપવામાં આવશે. બંને ક્યાં તો 6 સ્પીડ અથવા તો 6 સ્પીડ મેન્યુઅલ અથવા 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલાં હશે. ડીઝલ એન્જિન 130bhp અને 320Nm ટોર્ક જનરેટ કરે છે, જ્યારે પેટ્રોલ એન્જિન 150bhp અને 320Nm ટોર્ક જનરેટ કરે છે.
  • આ 4 મીટર લંબાઈમાં આવશે. તેની ઉંચાઈ2,450mm અને વ્હીલબેઝ 1,844mm છે. તેમાં 57 લિટરની કેપેસિટી છે અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 228mm છે. કંપનીનો દાવો છે કે તેમાં કલાક દીઠ 165 કિમનીની ટોપ સ્પીડ મળશે.

કિંમત

લીક થયેલા રિપોર્ટ મુજબ, નવી થાર કુલ 7 વેરિઅન્ટમાં લોન્ચ થશે. Gaadiwaadiના રિપોર્ટ અનુસાર, તેના બેઝ વેરિઅન્ટની કિંમત 9.75 લાખ રૂપિયા અને ટોપ વેરિઅન્ટની કિંમત 12.25 લાખ રૂપિયા હશે. ન્યૂ જનરેશન મહિન્દ્રા થારને AX મેન્યુઅલ ફિક્સ્ડ સોફ્ટ ટોપ, AX મેન્યુઅલ ઓપ્શનલ કન્વર્ટિબલ સોફ્ટ ટોપ, LX મેન્યુઅલ હાર્ડ ટોપ અને LX ઓટો હાર્ડ ટોપ વેરિયન્ટમાં વેચવામાં આવશે. તે પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિનમાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here