ભારતમાં ટેસ્લાની ઇલેક્ટ્રિક કારનું બુકિંગ જાન્યુઆરી મહિનામાં શરૂ થઈ શકે છે : જૂનથી ડિલિવરી શરૂ થવાની શક્યતા.

0
7

અમેરિકન ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા જૂન 2021થી ભારતમાં તેની કારની ડિલિવરી શરૂ કરી શકે છે. આ માટે કંપની આગામી મહિનાથી એટલે કે જાન્યુઆરીથી બુકિંગ શરૂ કરી શકે છે. કંપની તેની એન્ટ્રી-લેવલ સિડેન મોડેલ-3 દ્વારા ઇન્ડિયન માર્કેટમાં એન્ટ્રી કરશે.

એલન મસ્ક પણ માહિતી આપી ચૂક્યા છે

ટેસ્લાના CEO એલન મસ્ક ઘણા સમયથી તેની ઇલેક્ટ્રિક કાર ભારત લાવવાની યોજના બનાવી રહ્યા હતા. લગભગ ત્રણ મહિના પહેલા મસ્કે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું હતું કે અમે આવતા વર્ષે પાક્કું ટેસ્લા ભારતમાં લાવીશું. એલન મસ્કે એક સોશિયલ મીડિયા પોસ્ટનો જવાબ આપતા ટેસ્લા ભારત આવશે એવી માહિતી આપી હતી.

કિંમત 60 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે

ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ મુજબ, ભારતમાં ટેસ્લા મોડેલની કિંમત 55 લાખથી 60 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. તેનાં પ્રિ-બુકિંગ માટે 1 હજાર ડોલર એટલે કે આશરે 73 હજાર રૂપિયા આપવા પડશે. રિપોર્ટ અનુસાર, તેનું પ્રિ-બુકિંગ GOQiiના મહેશ મૂર્તિ, વિશાલ ગોંડલ અને Voonikના CEO સુજાયથ અલી દ્વારા કરવામાં આવ્યું છે. કંપની ડીલરને બદલે પોતે જાતે મોડેલ-3નું વેચાણ કરશે.

મોડેલ-3 સૌથી સસ્તી કાર

મોડેલ-3 ટેસ્લાની અત્યાર સુધીની સૌથી સસ્તી કાર છે. તે વર્ષ 2017માં રોલઆઉટ કરવામાં આવી હતી. તે વિશ્વની સૌથી વધુ વેચાનારી ઇલેક્ટ્રિક કાર તરીકે ઊભરી છે. તે સંપૂર્ણ રીતે ભારતમાં બનાવવામાં આવશે અને ભારતમાં આયાત કરવામાં આવશે. આ કાર માત્ર 15 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જાય છે. એકવાર ફુલ ચાર્જ થઈ ગયા પછી તે 500 કિમી સુધીનું અંતર કાપી શકે છે. તેની ટોપ સ્પીડ કલાક દીઠ 162 માઇલ છે.

ટેસ્લા ભારતમાં R&D ફેસિલિટી આપવા અંગે વિચારણા કરી રહી છે

મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, ટેસ્લા ભારતમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) ફેસિલિટી આપવા પર વિચાર કરી રહી છે. ટેસ્લા કર્ણાટકના બેંગલુરુમાં R&D ફેસિલિટી લગાવવાની વિકલ્પની શોધ કરી રહી છે. કર્ણાટકે ટેસ્લા અને અન્ય ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરર્સ માટે નવી EV પોલિસી રજૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here