તેજી : શેરબજારમાં દર મહિને 13 લાખ નવા ખાતાંઓ ખૂલ્યાં

0
5

કોરોના મહામારી વચ્ચે ગત વર્ષે માર્ચથી અત્યારસુધીમાં ભારતીય શેર બજારોમાં ઉલ્લેખનીય ઉથલપાથલ જોવા મળી છે. જેટલી ઝડપે સેન્સેક્સ 25 હજારના તળિયે પહોંચ્યો હતો. તેટલી જ ઝડપે 52 હજારની સપાટી હાંસિલ કરી લીધી છે. પરિણામે ગત વર્ષે એપ્રિલથી માંડી અત્યારસુધીમાં દરમહિને 13 લાખ નવા ડિમેટ ખાતાઓ ખોલવામાં આવ્યા છે. આ સાથે કુલ 6.97 કરોડ નવા રિટેલ રોકાણકારો જોડાયા છે.

બીએસઈના આંકડા અનુસાર, માર્ચ, 2020માં સેન્સેક્સ 35 ટકા ઘટ્યો હતો. જો કે, જૂનથી તેમાં સતત તેજીનુ વલણ જોવા મળ્યુ છે. ડિસેમ્બર અંત સુધી માર્કેટ માર્ચના તળિયેથી ઐતિહાસિક 68 ટકા વધ્યુ હતું. માત્ર ડિસેમ્બરમાં જ 15 ટકા ઉછાળો નોંધાયો હતો. અગાઉ 2008-09માં નાણાકીય કટોકટીમાં 40 ટકા ઘટ્યા બાદ 80 ટકા વધ્યુ હતું.

બીએસઈના આશિષ કુમાર ચૌહાણે જણાવ્યુ હતુ કે, બ્રોકરેજીસ અને એક્સચેન્જીસ પર છેલ્લા 14 માસમાં માસિક ધોરણે 12થી 15 લાખ નવા રોકાણકારો ઉમેરાયા છે. આ સાથે કુલ 6.97 કરોડ નવા રોકાણકારો જોડાયા છે. કુલ નવા ડિમેટ ખાતાઓના 40 ટકા ખાતાઓ બીએસઈ બ્રોકર્સ દ્રારા નોંધવામાં આવ્યા હતા.

બીએસઈમાં 7 કરોડ રજિસ્ટર્ડ યુઝર્સ
બીએસઈ ખાતે યુનિક ક્લાયન્ટ કોડ આધારે રજિસ્ટર્ડ યુઝર્સની સંખ્યા વધી 7 કરોડ થઈ છે. 6 કરોડથી 7 કરોડનો માઈલસ્ટોન માત્ર 139 દિવસમાં હાંસિલ થયો છે. જ્યારે અગાઉ 4 કરોડ થતાં 939 દિવસ, 5 કરોડ માટે 652 દિવસ અને 6 કરોડ માટે 241 દિવસ થયા હતા. 7 કરોડ યુઝર્સમાંથી 38 ટકા લોકો 30-40 વર્ષના વયજૂથમાં, જ્યારે 24 ટકા 20-30 વર્ષ અને 13 ટકા 40-50 વર્ષના વયજૂથમાં સામેલ છે. નવા રજિસ્ટર્ડ 1 કરોડ યુઝર્સમાંથી 82 લાખ યુઝર્સ ટેક્નોસેવી યુવાનો છે. જેમાં મહારાષ્ટ્રમાંથી 21.5 ટકા, ગુજરાતમાંથી 12.3 ટકા રોકાણકારો સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here