Saturday, September 18, 2021
Homeરિટેલ રોકાણકારોની હાજરીમાં વધારા સાથે મોબાઈલ મારફત ટ્રેડિંગ વોલ્યુમમાં ઉછાળો
Array

રિટેલ રોકાણકારોની હાજરીમાં વધારા સાથે મોબાઈલ મારફત ટ્રેડિંગ વોલ્યુમમાં ઉછાળો

ભારતીય શેરબજારોમાં છેલ્લા કેટલાક સમયથી રિટેલ રોકાણકારોની હાજરીમાં વધારા સાથે મોબાઈલ મારફત ટ્રેડિંગ વોલ્યુમમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. જુનમાં સમાપ્ત થયેલા એક વર્ષમાં બીએસઈ પર કેશ માર્કેટના ટર્નઓવરમાં મોબાઈલ ફોન મારફતના કામકાજની ટકાવારી ૭.૧૧ ટકા વધી ૧૮.૧૩ ટકા રહી છે. નવા રોકાણકારોના ભારે ધસારાને કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે. નવા રોકાણકારોમાં યુવાનોની સંખ્યા વધુ રહી છે.

સેકન્ડરી માર્કેટ ઉપરાંત પ્રાઈમરી માર્કેટ પણ હાલમાં ધમધમી રહી હોવાથી યુવાન રોકાણકારોનું શેરબજાર તરફ આકર્ષણ વધી રહ્યું હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું. યુવાનોમાં પ્રચલિત એવી કંપનીઓ પ્રાઈમરી બજારમાં આવી રહી હોવાને કારણે પણ આકર્ષણમાં વધારો થયો છે.

૨૦૨૦ના માર્ચથી અત્યારસુધીમાં બે કરોડ નવા ડીમેટ ખાતા ખૂલ્યા છે. એનએસઈ પર કેશ માર્કેટ ટર્નઓવરમાં વ્યક્તિગત રિટેલ ઈન્વેસ્ટર્સનો હિસ્સો જે નાણાં વર્ષ ૨૦૨૦માં ૩૯ ટકા હતો તે નાણાં વર્ષ ૨૦૨૧માં વધી ૪૫ ટકા રહ્યો હતો. મોબાઈલ મારફત ટ્રેડિંગનો હિસ્સો ૨૨ ટકા રહ્યો હતો.

દેશમાં સ્માર્ટફોન્સના ઉપયોગમાં વધારો, નીચા ડેટા ખર્ચ તથા કોરોનાને કારણે ઘેરબેઠા કામકાજને પરિણામે પણ મોબાઈલ મારફતના ટ્રેડિંગમાં વધારો થયો હોવાનું વિશ્લેષકે ઉમેર્યું હતું.

ડીમેટ ખાતા તથા સ્ટોક બ્રોકરને ત્યાં ખાતા ખોલાવવાનું ઘેરબેઠા શકય બની ગયું હોવાને કારણે પણ રિટેલ વેપારમાં વધારો શકય બન્યો છે. બીજી બાજુ સ્ટોક બ્રોકર્સ પણ ટેકનોલોજીમાં વધુ ઈન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે જેથી નવી પેઢીના રોકાણકારોને ઝડપી સેવા પૂરી પાડી શકાય, એમ બજારના વર્તુળોએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments