વધારા સાથે ખુલ્યુ શૅર બજાર, ઈન્ફોસિસ અને ટીસીએસમાં દેખાઈ તેજી

0
0

ભારતીય શૅર બજાર ગુરૂવારે વધારા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ ગુરૂવારે 350 અંકના વધારા સાથે 36,401.20 પર ખુલ્યું છે. સેન્સેક્સ ગુરૂવારે સવારે સાડા નવ વાગ્યે 0.06 ટકા એટલે 20.01 અંકના વધારા સાથે 36,071.82 પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. ગુરૂવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30 શૅરોમાંથી માત્ર 5 શૅર લીલા નિશાન પર અને 26 શૅર લાલ નિશાનમાં કારોબાર કરતા દેખાયા.

ત્યા નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ ગૂરૂવારે શરૂઆતના કારોબારમાં મામૂલી વધારા સાથે ટ્રેન્ડ કરતા દેખાયું. નિફ્ટી ગુરૂવારે સવારે સાડા નવ વાગ્યે 0.02 ટકા અથવા 2 અંકના વધારા સાથે 10,620.20 પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. આ સમયે 50 શૅરોવાળા નિફ્ટીના 9 શૅર લીલા નિશાન પર અને 41 શૅર લાલ નિશાનમાં કારોબાર કરતા દેખાયા.

બેન્કિંગ, પીએસયુ બેન્ક, પ્રાઇવેટ બેન્ક, રિયલ્ટી, ઑટો, ફાર્મા, મેટલ અને ફાઈનાન્સ સર્વિસ શેરોમાં 1.67-0.18 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે બેન્ક નિફ્ટી 1.24 ટકા વધારાની સાથે 21,076.90ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બજારમાં કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક, એમએન્ડએમ અને વિપ્રો 0.93-10.29 ટકા સુધીનો ઉછળો દેખાઈ રહ્યો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ભારતી ઈન્ફ્રાટેલ, આઈઓસી, યુપીએલ, આઈટીસી, ઝિ એન્ટરટેનમેન્ટ, ટાઈટન અને શ્રી સિમેન્ટ 1.94-3.16 ટકા ઘટ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here