Saturday, April 26, 2025
Homeબુટલેગરે દારૂ એવી જગ્યાએ છુપાવ્યો હતો કે પોલીસ પણ રહી ગઈ દંગ
Array

બુટલેગરે દારૂ એવી જગ્યાએ છુપાવ્યો હતો કે પોલીસ પણ રહી ગઈ દંગ

- Advertisement -

દારૂબંધી કાયદાના કડક અમલીકરણ બાદ પણ પોલીસના ડર વગર બુટલેગરો બિનધાસ્ત દારૂનું વેચાણ કરી રહ્યા છે. અવનવી ટેક‌િનકનો ઉપયોગ કરીને બુટલેગરો રાજ્યની બોર્ડર પરથી દારૂ લાવે છે અને પોતાના ઘરમાં કે અન્ય જગ્યાએ ગુપ્ત ખાનાં અને અંડરગ્રાઉન્ડ ભોંયરું બનાવીને દારૂ છુપાવે છે.

અમદાવાદ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાંચે બારેજાના એક લિસ્ટેડ બુટલેગરે ઘરની દીવાલમાં ખાનું બનાવીને દારૂની પેટીઓ સંતાડી હોવાનો પર્દાફાશ કર્યો છે. બુટલેગરે ઘરની દીવાલમાં ખાનું બનાવીને તેના પર વોલ ક્લોક લગાવી દીધી હતી.

લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે અસલાલી નજીક આવેલા બારેજામાં લિસ્ટેડ મહિલા બુટલેગર રાધાબહેન વિનોદ ચુનારાએ પોતાના ભાઇ ઘનશ્યામ રમેશભાઇ ચુનારાના ઘરમાં દારૂ છુપાવ્યો છે. મળેલી બાતમીના આધારે એલસીબી પીઆઇ એ.બી. અસારી, પીએસઆઇ કે.એસ. પટેલ સહિતની ટીમે ઘનશ્યામના ઘરે દરોડાે પાડ્યાે હતાે.

દરોડા દરમિયાન ઘનશ્યામના ઘરેથી દારૂ મળી આવ્યો નહોતો, પરંતુ બાતમીદારે પાકી માહિતી આપી હોવાથી એલસીબીએ ઘરના તમામ ખૂણાની ઝીણવટભરી રીતે તપાસ કરી હતી. દરમિયાનમાં એક પોલીસ કર્મચારીની નજર દીવાલ પર લગાવેલી વોલ ક્લોક પર ગઇ હતી.

પોલીસે તે વોલ ક્લોક હટાવતાં ત્યાં એક ચોરખાનું એલસીબીને મળી આવ્યું હતું. એલસીબીએ એ ચોરખાનું તપાસતાં તેમાંથી ૧૪ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે ઘરમાં હાજર પ્રમોદ ચુનારા, અનિલ ચુનારાની રંગેહાથ ધરપકડ કરી છે. પોલીસે આ મામલે ઘનશ્યામ અને રાધાબહેન વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular