Friday, January 17, 2025
HomeગુજરાતGUJARAT: વડોદરામાં દારૂના જથ્થા સાથે બુટલેગર પકડાયો

GUJARAT: વડોદરામાં દારૂના જથ્થા સાથે બુટલેગર પકડાયો

- Advertisement -

વડોદરાના ન્યુ વીઆઈપી રોડ વિસ્તારમાં પોલીસે દરોડો પાડી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો. વુડાના મકાનમાં રહેતો જીગ્નેશ ઉર્ફ જીગો માળી દારૂનો મોટો જથ્થો લઈ આવ્યો હોવાની વિગતોને પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસ રૂ.37,000 ની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂની 375 બોટલ કબજે કરી હતી.

દારૂનો જથ્થો ક્યાંથી મળ્યો હતો અને કોને આપવાનો હતો તેની માહિતી મેળવવા પોલીસે રિમાન્ડની તજવીજ કરી છે. નોંધનીય છે કે જીગ્નેશ ઉર્ફે જીગો અગાઉ ચાર વાર પકડાયો હતો અને બે વાર પાસા હેઠળ જેલમાં પણ જઈ આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular