નર્મદામાં શરીર પર દારૂની બોટલો બાંધીને બુટલેગરની દારૂની હેરાફેરી, પોલીસ પણ દંગ રહી ગઇ

0
0

નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં પોલીસ દારૂની હેરાફેરી પર સઘન વોચ રાખી રહી છે. નર્મદા જિલ્લામાં પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગથી માંડીને અંતરિયાળ અને અન્ય રાજ્યોના બોર્ડર વિસ્તારમાં સાથે જોડાયેલા વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લા LCBએ અનોખી રીતે દારૂની હેરાફેરી કરતા બુટલેગરને ઝડપી પાડ્યો છે. આ બુટલેગર પોતાના શરીર પર દારૂની બોટલો લગાડી દારૂની હેરાફેરી કરતો હતો. પોલીસે બુટલેગરને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે.

વણઝર ગામની કેનાલ પાસે શંકા જતા પોલીસે બુટલેગરને રોક્યો

નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહના આદેશ મુજબ નર્મદા LCBના PI એ.એમ.પટેલ, PSI સી.એમ. ગામીત સહિત અન્ય પોલીસ કર્મીઓએ રાત્રી દરમિયાન કોમ્બિંગ કરી રહ્યા હતા, ત્યારે નાંદોદ તાલુકાના વણઝર ગામની કેનાલ પાસે એક બાઇક પર જઇ રહેલા નિલમભાઇ નરપતભાઇ વસાવા પર શંકા જતા તેને ઉભો રાખીને પૂછપરછ શરૂ કરી હતી.

બુટલેગરના શરીરે દારૂ જોઇને પોલીસ પણ ચોંકી ગઇ
(બુટલેગરના શરીરે દારૂ જોઇને પોલીસ પણ ચોંકી ગઇ)

 

બુટલેગરના શરીર પર બાંધેલા 48 ક્વાટરીયા મળી આવ્યા

તપાસ દરમિયાન તેના શરીર પરથી વિદેશી દારૂના 48 નંગ ક્વાટરીયા પોલીસને મળી આવ્યા હતા. રાજપીપળા પોલીસે બુટલેગરને પકડીને કાર્યવાહી હાથ ધરી છે. નર્મદામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો સામે કડક પગલા લેવા તથા વધુમાં વધુ વોચ તથા નાકાબંધી દ્વારા આવા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવા પોલીસ દ્વારા સઘન ચેકિંગને પગલે અન્ય બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here