Friday, September 17, 2021
Homeબોર્ડર વિવાદ : આસામ દ્વારા મિઝોરમની આર્થિક નાકાબંધી કરાઈ
Array

બોર્ડર વિવાદ : આસામ દ્વારા મિઝોરમની આર્થિક નાકાબંધી કરાઈ

મિઝોરમ અને આસામ વચ્ચે ચાલી રહેલો બોર્ડર વિવાદ લોહીયાળ બન્યા બાદ બંને રાજ્યો આમને સામને છે.

મિઝોરમ પોલીસ અને આસામ પોલીસ વચ્ચે થયેલા ફાયરિંગમાં આસામ પોલીસના સાત જવાનોના મોત બાદ સર્જાયેલો તનાવ ઓછો થયો નથી અને બીજી તરફ આસામ દ્વારા હવે મિઝોરમની નાકા બંધી કરી દેવામાં આવી છે. આસામની બરાક ખીણમાં લોકોએ આર્થિક નાકાબંધી કરી દીધી હોવાથી મિઝોરમમાં જરૂરી વસ્તુઓનો સપ્લાય પ્રભાવિત થઈ રહ્યો છે.

જોકે મિઝોરમના સપ્લાય મિનિસ્ટર કે.કાલરિનલિયાનાએ કહ્યુ છે કે, રાજ્ય સરકારે હવે બીજા બે પાડોશી રાજ્યો પાસેથી તેલ, એલપીજી અને ચોખા જેવી વસ્તુઓ મંગાવવાનુ શરૂ કર્યુ છે. મિઝોરમની બોર્ડર મણિપુર તેમજ ત્રિપુરા સાથે પણ જોડાયેલી છે. મિઝોરમે હવે આ રાજ્યોમાંથી પેટ્રોલ ડિઝલ મંગાવવાનુ શરૂ કર્યુ છે.

મંત્રીએ કહ્યુ હતુ કે, મિઝોરમ પાસે ત્રણ મહિના ચાલે તેટલો ચોખાનો જથ્થો છે. રાજ્ય સરકાર દ્વારા આવશ્યક વસ્તુઓ માટે બીજા પાડોશી રાજ્યો સાથે વાત ચાલી રહી છે. આસામ થઈને આવતો સપ્લાય બંધ હોવા છતા રાજ્યમાં જરૂરી વસ્તુઓની અછત હોવાના અહેવાલો મળ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઈવે 306 આસામમાંથી પસાર થાય છે અને તે મિઝોરમને આસામ થકી દેશ સાથે જોડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments