ચીન સાથે સરહદ વિવાદ : જયશંકરે કહ્યું- LAC પર પરિસ્થિતિ નાજુક, આ માટે ઉચ્ચસ્તરીય રાજકીય ચર્ચાની જરૂર, 10 સપ્ટે. રશિયામાં ચીનના વિદેશમંત્રી સાથે મુલાકાતની શક્યતા

0
0

લદ્દાખમાં ચાર મહિનાથી ભારત અને ચીન વચ્ચે તણાવભર્યો માહોલ છે. દરમિયાન, વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે પૂર્વ લદ્દાખની સ્થિતિ ખૂબ જ નાજુક છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે રાજકીય સ્તરે વાતચીત કરવાની જરૂર છે.

સરહદ વિવાદને લઈને તેમણે કહ્યું, ‘સરહદની પરિસ્થિતિ પાડોશી સાથેના સંબંધોથી અલગ કરીને જોઇ શકાતી નથી. શાંતિ એ કોઈપણ બંને દેશો વચ્ચે સારા સંબંધનો આધાર છે.’ જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા આજે રશિયા જવા રવાના થશે. 10 સપ્ટેમ્બરના રોજ તેઓ અહીં ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે દ્વિપક્ષીય વાતચીત કરી શકે છે.

એક સપ્તાહમાં બંને દેશો વચ્ચે બીજી ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ શકે છે

જયશંકર અને વાંગ યી વચ્ચે જો 10 સપ્ટેમ્બરે બેઠક યોજાય છે, તો તે એક જ સપ્તાહમાં બંને દેશો વચ્ચેની બીજી ઉચ્ચસ્તરીય બેઠક હશે. આ પહેલા મોસ્કોમાં SCO સમિટમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે તેમના સમકક્ષને મળ્યા હતા. બેઠકમાં રાજનાથે કહ્યું હતું કે, ‘ભારત તેની એક ઇંચ જમીન પણ છોડશે નહીં. અમે કોઈ પણ કિંમત પર દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છીએ. ચીને LACનું સન્માન કરવું જોઈએ અને યથાવત્ સ્થિતિમાં ફેરફાર કરવા માટે એકપક્ષીય પ્રયત્નો ન કરવા જોઈએ.’

4 મહિનાથી તણાવભરી પરિસ્થિતિ છે

  • ભારત અને ચીનની વચ્ચે મેં મહિનાથી તણાવભરી પરિસ્થિતિ છે. આ પહેલા ગલવાનમાં બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ સર્જાયું હતું. જેમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા હતા.
  • ત્યારબાદ, 29 ઓગસ્ટની રાત્રે, ચીની સેનાએ પૂર્વી લદ્દાખની ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ચીની સૈનિકોના આ પ્રયાસને ભારતીય સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here