Wednesday, September 29, 2021
Homeબોર્ડર પર ફાયરિંગ : આસામના મુખ્યમંત્રીનો દાવો, ફાયરિંગમાં 5 પોલીસ કર્મચારીઓનાં મોત
Array

બોર્ડર પર ફાયરિંગ : આસામના મુખ્યમંત્રીનો દાવો, ફાયરિંગમાં 5 પોલીસ કર્મચારીઓનાં મોત

આસામ અને મિઝોરમ વચ્ચેનો સરહદ વિવાદ સોમવારે હિંસક બન્યો હતો. પોલીસ અને બંને રાજ્યોના નાગરિકો વચ્ચે અથડામણ થયું હતું. બંને તરફથી લાકડીઓ ચલાવવામાં આવી હતી, મામલો વધતો ગયો તો પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આ દરમિયાન ફાયરિંગ પણ થયું હતું.

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ દાવો કર્યો હતો કે ફાયરિંગમાં આસામના 5 પોલીસ કર્મચારીઓનાં મોત નીપજ્યાં છે. જ્યારે કછાર જિલ્લાના એસપી વૈભવ નિમ્બાલકર ચંદ્રકર પણ ઘાયલ થયા હતા. તેને પગમાં ગોળી વાગી હતી અને તેઓ આઈસીયુમાં છે. આ સાથે હિંસામાં 50 થી વધુ પોલીસ જવાનોને પણ ઇજાઓ પહોંચી છે.

અતિક્રમણ હટાવવાને લઈને પોલીસ અને બંને રાજ્યોના નાગરિકો વચ્ચે આ વિવાદ શરૂ થયો હતો. આ પછી સ્થિતિ વધુ વણસી ગઈ અને બંને બાજુથી લાકડીઓ અને પથ્થરમારા સાથે હુમલો શરૂ થયો થયો. ગૃહમંત્રી અમિત શાહે હાલમાં જ આસામની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાતના બે દિવસ બાદ હિંસા થઈ હતી.

આસામના CMએ મિઝોરમ પોલીસનો ઉજવણી કરતો વીડિયો ટ્વીટ કર્યો
આ દરમિયાન આ મામલે વધુ એક વિવાદનો ઉમેરો થયો છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો ટ્વીટ કર્યો છે. આ વીડિયોમાં મિઝોરમના પોલીસકર્મીઓ ઉજવણી કરતા જોવા મળે છે. તેઓ સ્થાનિક લોકો સાથે હાથ મિલાવી રહ્યા છે અને એકબીજાને અભિનંદન આપી રહ્યા છે.

આસામના મુખ્યમંત્રીએ લખ્યું કે- ‘ આસામના 5 પોલીસ કર્મચારીઓની હત્યા અને અને ઘણાને ઈજા પહોંચાડ્યા પછી મિઝોરમ પોલીસ અને ગુંડાઓ આવી ઉજવણી કરી રહ્યા છે. આ ખૂબ જ દુખદ અને ભયાનક. સરમાએ પોતાના પહેલી ટ્વિટમાં દાવો કર્યો હતો કે 6 પોલીસકર્મી માર્યા ગયા છે. જો કે મોડી રાત્રે જારી કરાયેલા નિવેદનમાં સરકારે 5 પોલીસકર્મીના મોત અંગે માહિતી આપી છે.

અન્ય એક ટ્વિટમાં સરમાએ લખ્યું છે કે મિઝોરમ પોલીસે આસામ પોલીસ કર્મચારીઓ પર લાઇટ મશીન ગન (LMG)નો ઉપયોગ કર્યો હોવાના પુરાવા પુરાવા છે. તે ખૂબ જ કમનસીબ છે અને તેમનો હેતુ દર્શાવે છે.

સોમવારે વિવાદ બાદ આસામ-મિઝોરમ બોર્ડર પર લાકડીઓ અને પથ્થરો સાથે લોકો એકત્ર થઇ ગયા હતા.
સોમવારે વિવાદ બાદ આસામ-મિઝોરમ બોર્ડર પર લાકડીઓ અને પથ્થરો સાથે લોકો એકત્ર થઇ ગયા હતા.

બંને રાજ્યના મુખ્યમંત્રીએ એકબીજા પર આરોપ લગાવ્યા
આસામ-મિઝોરમ બોર્ડર પર હિંસક પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે. આ મુદ્દે આસામ પોલીસે પણ જણાવ્યું હતું કે બંને રાજ્યોની બોર્ડર પર મિઝોરમથી આવેલા કેટલાક અસામાજિક તત્વોએ પથ્થર મારો અને ફાયરિંગ કર્યું હતું. અત્યારે હવે આ હિંસાના મુદ્દે બંને રાજ્યના મુખ્યમંત્રી એકબીજા પર આક્ષેપ લગાવી, ગૃહ મંત્રી અમિત શાહને આમા મધ્યસ્થી બનવાની માગ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે અમિત શાહે પણ આ મુદ્દે પહેલા ઘણીવાર બેઠક પણ કરી છે.

આસામથી મિઝોરમ તરફ જતા માર્ગ પર બંને રાજ્યોએ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
આસામથી મિઝોરમ તરફ જતા માર્ગ પર બંને રાજ્યોએ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

અમિત શાહે બંને રાજ્યોના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આસામ અને મિઝોરમના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરીને તાત્કાલિક શાંતિ સ્થાપિત કરવા અપીલ કરી હતી. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર અત્યારે બંને રાજ્યોની પોલીસની ટીમ પણ ઘટનાસ્થળ પરથી પરત ફરી ગઈ છે.

તણાવ વધવા પર બંને રાજ્યોના પોલીસ દળોએ રસ્તા પર બેરિકેડિંગ કરી દીધુ હતું.
તણાવ વધવા પર બંને રાજ્યોના પોલીસ દળોએ રસ્તા પર બેરિકેડિંગ કરી દીધુ હતું.

જાણો શું છે સમગ્ર વિવાદ
બંને રાજ્યો વચ્ચે તણાવ ત્યારે સર્જાયો જ્યારે આસામ પોલીસે રાજ્યની જમીન હડપી લેવા માટે બોર્ડર પર અતિક્રમણ કરવાનું શરૂ કર્યું હતું. 10 જુલાઈના દિવસે જ્યારે આસામ સરકારની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે એમના પર કેટલાક અસામાજિક તત્વોએ બોમ્બ ફેંકીને હુમલો કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments