બોર્ડર સીલ થવાથી મેન્યુફેક્ચરિંગ 30% ઘટ્યું, વેપારીઓને 14 હજાર કરોડથી વધુનું નુકસાન

0
0

સિંધુ બોર્ડર પર પ્રિંટિંગ પ્રેસ ચલાવનારા એક વેપારી ખેડૂતના આંદોલનથી એટલા ગભરાયેલા છે કે પોતાનું નામ જાહેર કરવાની વાત માટે તૈયાર નથી થતા.તેમના પ્રિંટિંગ યૂનિયની સામે છેલ્લા 35 દિવસથી ખેડૂતોએ ધામા નાખ્યા છે. જેમ તેમ કરીને તેમના યૂનિટ સુધી પહોંચેલા એક ટ્રકમાં કતરણ અને વેસ્ટ મટેરિયલ ભરવામાં આવી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં પહેલી વખત એવું બન્યું છે, જ્યારે કોઈ મોટું વાહન તેમના યૂનિયન સુધી પહોંચ્યું હોય.

તેમનું મહિનાનું ટર્નઓવર લગભગ આઠ લાખ રૂપિયાનું છે, જે હવે અડધું થઈ ગયું છે. તેમના યૂનિટમાં 12 કર્મચારી કામ કરે છે, જેમને સમયે વેતન આપવા માટે હવે તેમને લોન લેવી પડશે. તણાવ તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળે છે. તે કહે છે કે, માંડ કોરોનામાંથી બહાર આવ્યા અને આ મુસીબત આવી ગઈ.

તેઓ કહે છે કે, અડધા મજૂરોને ઘરે બેસવું પડ્યું છે પણ પગાર તો એમને પણ આપવાનો છે, કારણ કે તેમનો પરિવાર તો ભૂખ્યો રહેશે નહીં. દિલ્હીને ઉત્તરપ્રદેશ, હરિયાણા અને આગળ પંજાબ તથા અન્ય રાજ્યોને જોડતા મહત્વના નેશનલ હાઈવે હાલ ખેડૂતોના કબજામાં છે. ભારે વાહનો માટે રસ્તા બંધ છે. ટ્રાન્સપોર્ટ પ્રભાવિત થવાથી એવા હજારો મેન્યૂફેક્ચરિંગ યૂનિટોને માર પડી છે, જે દિલ્હીની બહારના વિસ્તારમાં સ્થિતિ ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં છે.

વેપારીના જણાવ્યા પ્રમાણે તેના ત્રણ મોટા કારણો છે

ટ્રાન્સપોર્ટ ઉપલબ્ધ નથી, જે છે તે પણ ઘણું મોંઘુ છે. ના કાચો માલ આપી શકીએ છીએ, ના તૈયાર માલી આપી શકીએ છીએ.

વેપારીઓમાં અસુરક્ષાનો ભાવ છે, જેના કારણે બહારના વેપારી હવે માર્કેટમાં પહોંચી શકતા નથી.

બોર્ડર સીલ થવાના કારણે લેબરની મૂવમેન્ટ પણ પ્રભાવિત થઈ છે. મજૂર કામ આવવામાં કતરાઈ રહ્યાં છે .

માયાપુરી ઈન્ડસ્ટ્રિયલ એસોસિએશનના જનરલ સેક્રેટરી નીરજ સહગલ કહે છે કે સૌથી વધુ પરેશાની ટ્રાન્સપોર્ટની છે. જે ગાડી પહેલા 60 હજાર રૂપિયામાં જતી હતી તે હવે એક લાખ 20 હજાર રૂપિયા સુધીમાં જઈ રહી છે. મોંઘા ભાવે પણ ટ્રાન્સપોર્ટ નથી મળી રહ્યો.

‘હરિયાણા-પંજાબથી આવતો કાચો માલ નથી આવી રહ્યો. અમે તૈયાર માલ પણ બહાર નથી મોકલી શકતા. ક્યારેક રેલવે બંધ, ક્યારેક રસ્તા બંધ, આખી ઈકો સિસ્ટમ જ ખરાબ થઈ ગઈ છે. સરકાર કોમર્શિયલ ટ્રાફિક માટે રસ્તા ખોલાવી શકતી નથી. ડ્રાઈવર પણ કોઈના કોઈ રીતે ખેડૂત પરિવાર સાથે જોડાયેલા છે. એ પણ આંદોલનકારોના સપોર્ટમાં આવી જાય છે.’

35% પ્રોડક્શન ઘટ્યું બવાના ચેમ્બર ઓફ ઈન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ રાજ જૈનના જણાવ્યા પ્રમાણે બવાના ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં જ 17 હજારથી વધુ ફેક્ટરીઓ છે. ખેડૂત આંદોલનના કારણે જ તેનું ઉત્પાદન 35% ઘટ્યું છે. જૈન કહે છે કે દરરોજ સેકડો કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. અમે કનેક્ટિવિટીથી ઝઝૂમી રહ્યાં છીએ. દિલ્હીને બાંધી દેવાયું છે. દિલ્હી બહારના રાજ્યોથી એક રીતે અરખું થઈ ગયું છે. દિલ્હીમાં રહેતા એવા ઘણા વેપારી છે જેમની ફેક્ટરીઓ દિલ્હીના બહારના વિસ્તારમાં છે. સુરક્ષાના કારણો અને ટ્રાફિક જામ થવાના કારણે વેપારી પોતાની ફેક્ટરીઓ સુધી પણ જઈ શકતા નથી.

નરેલા ઈન્ડસ્ટ્રિયલ કોમ્પલેક્સ વેલફેર એસોસિએશનના જનરલ સેક્રેટરી આશીષ ગર્ગે જણાવ્યું કે, દિલ્હીનો પોતાનો વપરાશ ઘણો ઓછો છે. મોટાભાગે માલ અહીંથી બહાર મોકલવામાં આવે છે. બહારના વેપારી ઈન્ડસ્ટ્રી અને માર્કેટમાં આવીને ખરીદે છે. પણ હવે આંદોલનના કારણે વેપારી સુરક્ષા માટે ગભરાયેલા છે. તે દિલ્હી આવી શકતા નથી. તેઓ કહે છે કે દિલ્હીમાં જગ્યાની અછતના કારણે અમુક પાર્ટ દિલ્હીમાં બને છે અને અમુક બહાર બનાવડાવવામાં આવે છે. દિલ્હીના યૂનિટમાંથી સામાન બહાર નથી જઈ રહ્યા જેના કારણે સોનીપત અથવા અન્ય વિસ્તારમાં આવેલા સહયોગી યૂનિટોમાં પણ કામ પર અસર થઈ છે.

બાદલી ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં સંચાલિત પ્રેસ્ટીજ કેબલ ઈન્ડસ્ટ્રીજના માલિક આશીષ અગ્રવાલે કહ્યું કે, અમારા અનુમાન પ્રમાણે 30થી 35 ટકા સુધીનું નુકસાન છે. તૈયાર માલના ડિસ્પેચ ન થવાના કારણે સરકારી એજન્સીઓ પેનલ્ટી પણ લગાવી રહી છે, આ અલગ માર છે ઉત્પાદકોને પડી રહ્યો છે. અમારા માટે સ્થિતિ ફરીથી કોવિડ લોકડાઉન જેવી થઈ ગઈ છે. આ ખેડૂત આંદોલન ઈન્ડસ્ટ્રી માટે અઘોષિત લોકડાઉન જ છે.

‘દરરોજ 3 હજાર કરોડનું નુકસાન’

કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટ્રેડર્સે ગત સપ્તાહે આંકડા જાહેર કરીને જણાવ્યું હતું કે, 20 ડિસેમ્બર સુધી જ વેપારીઓને 14 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું હતું. સાથે જ ધ એસોસિએશન ઓફ ચેમ્બર ઓફ કોમર્સ (ASSOCHAM)ના અનુમાન પ્રમાણે, ખેડૂત આંદોલનના કારણે દરરોજ ત્રણ-સાડા ત્રણ હજાર કરોડનું નુકસાન થઈ રહ્યું છે.

રાજ જૈન કહે છે કે, ઈન્ડસ્ટ્રી જેમ તેમ કરીને કોરોના વાઈરસમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી હતી અને હવે આ આંદોલને મોટી મુસીબત ઊભી કરી દીધી છે. આ મુદ્દા પર રાજહઠ અને બાલહઠ બન્ને થઈ રહી છે, અમે વેપારી ક્યાં જઈશું અને કોની સાથે વાત કરીશું? આ જ કારણે જોબ પણ જઈ રહી છે, જેના માટે કોઈ વાત નથી કરી રહ્યું. સરકારે ખેડૂત આંદોલનના સમાધાનને પ્રાથમિકતા આપવી જોઈએ.

સાથે જ નીરજ સહગલે જણાવ્યું કે, મારો સીધો સવાલ છે કે સરકારને જો કાલે પણ આ સમસ્યાનો ઉકેલ લાવવાનો છે તો આજે જ કેમ નથી લાવતી. આ મુદ્દાને પ્રાથમિકતા કેમ નથી આપવામાં આવી રહી. આખો મામલો સરકારની પ્રાથમિકતાનો છે. સરકારે આવતીકાલની જગ્યાએ આજે જ આ મુદ્દાનું સમાધાન કરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here