રાજસ્થાન : રાજ્યમાં અનલોક પછી કેસ વધતા અન્ય રાજ્યમાંથી મંજૂરી વિના અવર જવર પર 7 દિવસ સુધી પ્રતિબંધ

0
9

જયપુર. અનલોક-1ના 10માં દિવસે કોરોનાના 2537 કેસ વધવાના કારણે રાજસ્થાન સરકારે કડક વલણ અપનાવ્યું છે. હવે બીજા રાજ્યોમાંથી મંજૂરી વગર અવરજવર પર 7 દિવસ માટે પ્રતિબંધ લગાવી દેવાયો છે. જો કે, પહેલા સરહદ સીલ કરવાની વાત કહેવામાં આવી હતી, પણ એક કલાક પછી જ કહેવાયું કે, અવરજવર પર 7 દિવસ સુધી પ્રતિબંધ રહેશે. જો કે, પહેલા સીમા સીલ કરવાની વાત કહેવામાં આવી હતી, પરંતુ એક કલાક પછી જ કહેવામાં આવ્યું કે,અવરજવર સીલ નહીં કરવામાં આવે પણ તેની પર નિયંત્રણ રાખવામાં આવશે. બોર્ડર ક્રોસ કરવા માટે પાસની જરૂર પડશે. તમામ ટોલ નાકા પર પોલીસકર્મીઓને તહેનાત કરી દેવાયા છે. રાજ્યમાં 31 મે સુધી 8 હજાર 831 કેસ હતા, હવે આંકડો 11 હજારને પાર થઈ ગયો છે.

બુધવારે સવારે 123 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેમાંથી 40 જયપુરમાં, 34 ભરતપુરમાં, પાલી-સીકરમાં 11-11, ઝૂંઝુનૂમાં9, નાગૌરમાં 5, કોટામાં 3, અલવરમાં 2, બાડમેર-ભીલવાડા-બૂંદી-ગંગાનગર-ઝાલાવાડમાં 1-1 સંક્રમિત મળી આવ્યા છે. સાથે જ બીજા રાજ્યમાંથી આવેલા 2 લોકો પણ પોઝિટિવ મળી આવ્યા છે.તો બીજી બાજુ જોધપુરમાં 1 દર્દીનું મોત થઈ ગયું છે. રાજ્યમાં અત્યાર સુધી 256 લોકોના મોત થયા છે.

જયપુરઃ એક દર્દી રિકવરી પછી ફરી સંક્રમિત થયો
હવે તો દર્દી સાજા થયા પછી ફરીથી પોઝિટિવ થઈ રહ્યા છે. ડોક્ટર પણ સમજી શકતા નથી કે આવું કેવી રીતે અને કેમ થઈ રહ્યું છે? જોકે હાલ મેડિકલ ટીમે પ્રારંભિક માહિતી એકઠી કરવાનું શરૂ કરી દીધું છે. જવાહર નગરનો એક વ્યક્તિ કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો, પછી તે રિકવર થઈ ગયો હતો. તેને 15મી મેના રોજ રજા આપી દેવાઈ હતી. ત્રણ દિવસ પહેલા તેની તબિયત ફરી ખરાબ થઈ ગઈ હતી અને નિમોનીયા થઈ ગયો હતો, તેનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

કોરોનાને અટકાવવા માટે હવે રોજ 40 હજાર ટેસ્ટ કરાશે
ચિકિત્સા મંત્રી ડો. રઘુ શર્માએ જણાવ્યું કે કોરોનાને અટકાવવા માટે સરકાર પુરુ ધ્યાન ટેસ્ટિંગ પર આપી રહી છે. રોજ 25 હજાર ટેસ્ટ કરાઈ રહ્યા હતા, હવે 40 હજારનો ટાર્ગેટ નક્કી કરાયો છે. આખા દેશમાં અત્યાર સુધી 40 લાખ ટેસ્ટ કરાયા છે, જેમાંથી 5 લાખ 18 હજાર 350 રાજસ્થાનમાં કરાયા છે.

ભરતપુરઃ અત્યાર સુધી 341 દર્દી સાજા થયા 
CMHOએ જણાવ્યું કે, અત્યાર સુધી 314 દર્દી સાજા થઈને ઘરે આવી ચુક્યા છે. જિલ્લામાં અત્યાર સુધી 783 સંક્રમિત મળ્યા છે. નવી ગાઈડલાઈન પ્રમાણે, હવે કોઈ પણ પ્રકારના લક્ષણ વગરના દર્દીઓને ઘરમાં જ આઈસોલેટ કરાઈ રહ્યા છે. ત્યારબાદ મંગળવારે કોવિડ કેર સેન્ટર લગભગ ખાલી થઈ ગયા હતા. હવે માત્ર 38 દર્દી RBM હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 6 દર્દી કોવિડ કેર સેન્ટરમાં છે.

 અજમેરઃ 5 કલાક સુધી વોર્ડમાં લાશ પડી રહી 
JLN હોસ્પિટલના યૂરોલોજી વોર્ડમાં દાખલ બે મહિલાઓનું મંગળવારે મોત થઈ ગયું હતું. આ બન્નેના સેમ્પલનું ટેસ્ટિંગ કરાવીને રિપોર્ટના આદેશ આપવામાં આવ્યા હતા. બપોરે રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોત તો આખા યૂનિટને બંધ કરવું પડતું. મહિલાઓની લાશ 5 કલાક સુધી વોર્ડમાં જ પડી રહી હતી.મોર્ચરીમાં શિફ્ટિંગ પણ કરાયું ન હતું.

પાલીઃ ગાજનગઢ ટોલ નાકા પર 26 કર્મચારી સંક્રમિત
ગાજનગઢ ટોલ નાકા પર કામ કરનારા 26 કર્મચારી કોરોના સંક્રમિત મળ્યા છે. તમામને પાલી ખાતે આવેલા કોવિડ કેર સેન્ટર લાવવામાં આવ્યા છે. તો બીજી બાજુ એમ્બ્યુલન્સમાં એક નર્સિંગકર્મી પણ સંક્રમિત થઈ ગયો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here