Sunday, February 16, 2025
HomeBUSINESSBUSINESS : બહેન પાસેથી 2 હજાર ઉધાર લીધા, 3 શેર ખરીદ્યા અને...

BUSINESS : બહેન પાસેથી 2 હજાર ઉધાર લીધા, 3 શેર ખરીદ્યા અને કિસ્મત ખુલી ગઈ…આજે છે કરોડપતિ

- Advertisement -

આમ તો ઉધારીના નાણાં લઇ શેરબજારમાં વેપાર કરવો ખૂબ જોખમી છે. પરંતુ જો નસીબ તમારી સાથે છે અને તમે યોગ્ય વ્યૂહરચનાનું પાલન કરો છો તો કોઈપણ કાર્ય મુશ્કેલ નથી. આવું જ કંઈક મહારાષ્ટ્રના મલકાપુર ગામના એન્જિનિયર અને એમબીએ ડ્રોપઆઉટ છોકરા પ્રસાદ લેંડવે સાથે થયું. પ્રસાદે ઉધાર લીધેલા પૈસાથી શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું, પરંતુ આજે તેની પોતાની યુટ્યુબ ચેનલ છે, જેના દ્વારા તે લોકોને આર્થિક ટિપ્સ આપવા સાથે કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે.

 

 

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના મલકાપુર ગામના રહેવાસી પ્રસાદ લેંડવેએ શેર માર્કેટમાં શૂન્યથી શરૂઆત કરી હતી પરંતુ આજે તે ઉત્તમ સ્થિતિમાં છે. નિમ્ન મધ્યમવર્ગીય પરિવાર સાથે જોડાયેલા પ્રસાદની ઈચ્છા હતી કે એક બાઇક હોય જેથી તે સ્કૂલ અને કોલેજ જઈ શકે, પરંતુ તે ક્યારેય પુરી થઈ ન હતી.પ્રસાદ અભ્યાસમાં સારો હોવાને કારણે પ્રસાદે ધોરણ 10માં 90% માર્ક્સ મેળવ્યા હતા. સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી તેણે મુંબઈની કોલેજમાંથી આગળનો અભ્યાસ કર્યો. અહીં ભણતી વખતે તે મલ્ટિલેવલ માર્કેટિંગ સ્કીમમાં ફસાઈ ગયો હતો. પ્રસાદ કહે છે કે, જોકે આ નિષ્ફળતામાંથી તેને ઘણું શીખવા મળ્યું. 2011-12 માં, જ્યારે હું મારી હોસ્ટેલમાં હતો, ત્યારે મેં એક અંગ્રેજી બિઝનેસ અખબાર જોયું. બ્લુ ચિપ ફંડ્સ અને ઇન્ડેક્સ ફંડ્સ વિશે વાંચ્યા પછી, શેરબજારમાં મારો રસ જાગ્યો. આ પછી મેં કેટલાક પુસ્તકો પણ વાંચ્યા.

પ્રસાદ કહે છે કે, આ પછી મેં મારી બહેનના નામે શેરખાનમાં ડીમેટ ખાતું ખોલાવ્યું. તે સમયે મારી પાસે પૈસા ન હોવાથી મેં તેની પાસેથી 2000 રૂપિયા ઉછીના લીધા હતા. એ વખતે હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો, તો મેં તેને સંબંધિત સેક્ટરના શેરો શોધવાનું શરૂ કર્યું. મેં કંઈપણ વિચાર્યા વિના પહેલા સુઝલોન એનર્જીમાં પૈસા રોક્યા. મેં જોયું કે જ્યારથી મેં આ શેરમાં પૈસા રોક્યા ત્યારથી તે ઘટવા લાગ્યો. આ રીતે મારું પ્રારંભિક રોકાણ સંપૂર્ણપણે ડૂબી ગયું. તેણે ફરી પાછા બીજા મિત્ર પાસેથી થોડા પૈસા લીધા હતા અને તે પણ ગયા.

કમાવાના પ્રયાસની શરૂઆતમાં જ પ્રસાદને બે બોધપાઠ મળ્યા હતાં. પહેલું એ છે કે ઉધાર લીધેલા પૈસાથી કોઈ રોકાણ ન કરવું. બીજું, કોઈ પણ ધંધાને માત્ર તેના નામથી ન ખરીદો. તેના ધંધામાં પ્રગતિ થશે કે નહીં તે માટે યોગ્ય અભ્યાસ કરવો પડશે. આ બે બોધપાઠ સાથે, તેણે કંપનીના પ્રોસેપકેટસ ખંગાળવાનું શરૂ કર્યું. શરૂઆતના બે વર્ષ મારા શીખવામાં જ વિત્યા.

2014માં મેં મારો પહેલો વીડિયો અપલોડ કર્યો હતો. તેનો વિષય હતો- શેર બજાર શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે. વીડિયો પોસ્ટ કર્યાના થોડા દિવસો બાદ મેં જોયું કે તેને 14 હજાર વ્યૂઝ મળ્યા છે. હું ખૂબ ખુશ હતો. આ પછી મેં જોયું કે લોકોએ મને કમેન્ટમાં ઘણા પ્રકારના સવાલ પૂછ્યા. કોઈએ લખ્યું – મને મલ્ટિબેગર સ્ટોક વિશે કહો, કોઈએ કહ્યું – મને મૂળભૂત વિશ્લેષણ વિશે કહો. તેથી મેં વધુ વીડિયો બનાવવાનું શરૂ કર્યું.

પ્રથમ ત્રણ વર્ષમાં, મારી ચેનલના ફક્ત 3000 સબ્સ્ક્રાઇબર્સ હતા, પરંતુ માર્ચ 2017 માં, અચાનક મારો એક વીડિયો બૂમ થયો. આ વીડિયો હતો- સેન્સેક્સ કે નિફ્ટી શું છે. બીજો વીડિયો રાકેશ ઝુનઝુનવાલાની સક્સેસ સ્ટોરી પર હતો. ત્રીજો વીડિયો હર્ષદ મહેતા કૌભાંડનો હતો. આ રીતે આગામી બે દિવસમાં મારા 3 હજાર સબસ્ક્રાઈબર વધીને 36000 થઈ ગયા.આ રીતે 2018 માં મને 1 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ મળ્યા. 2019 માં 5 લાખ, 2020 માં 1 મિલિયન, 2022 માં 2 મિલિયન. આ પછી મેં મરાઠી ચેનલ અને અન્ય યુટ્યુબ ચેનલો પણ શરૂ કરી. પ્રસાદના કહેવા પ્રમાણે, ચેનલોની સાથે મેં શેરબજારમાંથી પણ સારી કમાણી શરૂ કરી.

હું હંમેશા શેરબજારમાં બેન્જામિન ગ્રેહામ, ચાર્લી મુંગર અને વોરેન બફેટનો ચાહક રહ્યો છું. મેં પણ અમુક અંશે આ ત્રણેયની જુદી જુદી વ્યૂહરચનાઓને અનુસરવાનું શરૂ કર્યું. મેં સીડીએસએલ અને આઈઆરએફસીના શેરમાં પૈસા રોક્યા. સીડીએસએલનો સ્ટોક રૂ. 175 થી વધીને રૂ. 3000 થયો હતો. આ સિવાય એન્જલ વન શેરમાંથી પણ મને સારો નફો થયો.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular