Thursday, November 30, 2023
Homeગુજરાતબોટાદ : પોક્સોના ગુનામાં સંડોવાયેલો નાસતો ફરતો આરોપી ઝડપાયો

બોટાદ : પોક્સોના ગુનામાં સંડોવાયેલો નાસતો ફરતો આરોપી ઝડપાયો

- Advertisement -

ગઢડા તાલુકાના ગોરડકા ગામનો વતની અને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના અપહરણ અને પોક્સોના ગુન્હામાં સંડોવાયેલો શખ્સ જે છેલ્લા આઠ મહિનાથી ભાગતો ફરતો હતો. જે ગઢડા પોલીસને મળેલી બાતમીના આધારે આરોપીને ગઢડા પોલીસે વિદેશી દારૂની 528 બોટલ સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવનગર રેન્જ IG તેમજ બોટાદ જિલ્લા પોલીસવડા દ્વારા જિલ્લામાં દારૂની બદી દૂર કરવા જિલ્લાના દરેક પોલીસ મથકે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત ગઢડા પોલીસ મથકના PI મયુરસિંહ જાડેજાની રાહબરી હેઠળ ગઢડા પોલીસ સ્ટેશનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન ચોક્કસ બાતમી મળેલી કે બોટાદ શહેર પોલીસ મથક વિસ્તારમાં અપહરણ અને પોક્સોના ગુન્હામાં સંડોવાયેલો શખ્સ જે છેલ્લા આઠ મહિનાથી ભાગતો ફરે છે. જે આજે ગોરડકા ગામે આવ્યો છે. જેથી ગઢડા પોલીસની ટીમ તાત્કાલિક ગઢડા તાલુકાના ગોરડકા ગામે આવેલી હિરાવાડી પરા વિસ્તારમાં પહોંચી તપાસ હાથ ધરી હતી.

પોલીસની તપાસ દરમ્યાન લાલજી ઉર્ફે કાળુ વલ્લભભાઈ સાંકળીયા મળી આવ્યો હતો. જેથી પોલીસે તેના ઘરે તપાસ કરતા ઘરમાંથી અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂની 528 બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 52,800 અને એક મોબાઇલ ફોન જેની કિંમત રૂ. 5000 મળી કુલ રૂપિયા 57,800નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરવામા આવી હતી. ગઢડા પોલીસે ભાગતો ફરતો આરોપી લાલજીઉર્ફે કાળુ વલ્લભભાઈ સાંકળીયાની વિરુદ્ધ પ્રોહીબીશનની કલમ હેઠળ ગુનો નોંધીને તે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કેટલા સમયથી દારૂનો વેપાર કરે છે. તે અંગે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular