Saturday, February 24, 2024
Homeગુજરાતબોટાદ : PGVCL કચેરી ખાતે કર્મચારીઓનો વિરોધ

બોટાદ : PGVCL કચેરી ખાતે કર્મચારીઓનો વિરોધ

- Advertisement -

ગુજરાત રાજ્યમાં વિવિધ પડતર માંગણીઓને લઈ અલગ અલગ સંગઠન અલગ અલગ કર્મચારીઓ આવેદનપત્રો આપી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે બોટાદ શહેરમાં આવેલા પીજીવીસીએલ કચેરી ખાતેના વર્ગ-4 ના કર્મચારીઓ દ્વારા પણ વર્ષોથી પોતાની પડતર માંગણીઓને લઈને અનેકવાર રજૂઆત કરવામાં આવેલ છે. છતાં પણ તેમની રજૂઆતનો કોઈ ઉકેલ આવેલ નથી. જેને લઇ આજરોજ બોટાદ કલેક્ટર કચેરી ખાતે વર્ગ-4ના પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા કલેક્ટરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

તેમની માંગણીઓ છે કે અન્ય જે સરકારી કર્મચારીઓ છે તેમની જેમ જ તેઓ કામકાજ કરે છે. ત્યારે તેમને વર્ગ 4માંથી વર્ગ ૩માં લેવામાં આવે. તેવી તેમની મુખ્ય માંગણીઓ ઊઠવા પામી છે. આજના આ આવેદનપત્રમાં ખૂબ જ મોટી સંખ્યામાં પીજીવીસીએલના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular