બોટાદમાં પ્રેમીની હત્યા થયાના પાંચ દિવસ બાદ પ્રેમિકાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આરતી કાવેઠીયાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો. 22 નવેમ્બરના રોજ બીજલ ઉર્ફે હિતેશ મહેરીયાની પ્રેમીકાના મંગેતર રોહિત ભરત ભોજૈયાએ હત્યા કરી હતી. આરોપી રોહિત ભરત ભોજૈયાનું બોટાદની યુવતી સાથે વેવિશાળ થયું હતું. મૃતક બીજલ ઉર્ફે હિતેશને યુવતી સાથે પ્રેમસંબંધ હતો.પ્રેમીની હત્યાના પાંચ દિવસ બાદ પ્રેમિકાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.
બોટાદ શહેરના ઢાકણીયા રોડ પરના તુલસી નગરમાં રહેતા બિજલ ઉર્ફે હિતેશ મહેરીયા નામના યુવાનને આરતી કાવેઠીયા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, યુવતીનું વેવિશાળ રોહિત ભોજૈયા નામના યુવાન સાથે થયું હતું, રોહિત ભરતભાઈ ભોજૈયાને મંગેતરના પ્રેમ સંબંધની જાણ થઈ હતી.તો જાણ થયા બાદ આ યુવાન ઉશ્કેરાી ગયો હતો અને પાંચ દિવસ પહેલા યુવતીના પ્રેમીની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી નાખી હતી.
22 નવેમ્બરે રોહિત ભોજૈયાએ અને શ્યામ ભોજૈયાએ બિજલ ઉર્ફે હિતેશને તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.બોટાદ પોલીસે ટીમો બનાવીને બન્ને હત્યારાઓને દબોચવા માટે શોધખોળ શરૂ કરી હતી. ગણતરીના કલાકોમાં બન્ને આરોપીઓને પોલીસે દબોચી લીધા અને હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.