વરસાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં બોટાદમાં સૌથી વધુ 1.3 ઇંચ વરસાદ.

0
4

ગાંધીનગર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 6 જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 1.3 ઇંચ વરસાદ બોટાદ જિલ્લામાં નોંધાયો હતો. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓ વરસાદ સામાન્ય વરસાદ પડ્યો હતો. બપોરે પડતી ગરમીને પગલે ઉકળાટ વધી રહ્યો છે જેના કારણે રાજ્યની પ્રજા પરેશાન છે. મેઘાવી માહોલ છતાં વાદળાઓ વરસતા નથી અને અમી છાંટણા કરીને અન્ય જિલ્લામાં વરસાદ વરસતો નથી તેના કારણે સતત ઉકળાટમાં વધારો થતાં લોકો પરેશાન થઈ રહ્યા છે.

બોટાદમાં 1.3 ઇંચ અને અમદાવાદના સાણંદમાં 13 મિમિ વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 6 જિલ્લામાં સૌથી વધુ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બોટાદ જિલ્લામાં સૌથી વધુ 35 મિમિ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ સુરેન્દ્રનગરના લીંમડીમાં 32 મિમિ અને ચૂડામાં 28 મિમિ વરસાદ પડ્યો હતો. જ્યારે અમરેલીના લીલીયામાં 22 મિમિ, ભરૂચના હાંસોટમાં 19 મી.મી અમદાવાદના સાંણદમાં 13 મિમિ વરસાદ નોંધાયો હતો. રાજ્યના બાકીના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. જેમ કે, ડાંગમાં 4 મિમિ, વલસાડમાં 3 મિમિ, ગાંધીનગરમાં 2 મિમિ, તાપીમાં 2 મિમિ અને ભાવનગરમાં 1 મિમિ જેટલો વરસાદ પડ્યો હતો.

29 અને 30 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કેન્દ્ર શાસિત પ્રદેશ, દાદરાનગર હવેલી અને દમણમાં 29 અને 30 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારમાં પણ કેટલાક સ્થળે હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. આસામ અને મેઘાલયમાં પણ કેટલાક સ્થળે વરસાદ થઈ શકે છે. હવામાન અનુસાર, આગામી 5 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આગાહી અનુસાર, આગામી 29 જૂને નવસારી, ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે પંચમહાલ, રાજકોટ, દ્વારકા, તેમજ આણંદ સહિતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે 30 જૂનના રોજ અમદાવાદ, આણંદ, મહીસાગર સહિતમાં સામાન્ય વરસાદની આગાહી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
બોટાદ ગઢડા 35 મિમિ
સુરેન્દ્રનગર લિંબડી 33 મિમિ
સુરેન્દ્રનગર ચૂડા 28 મિમિ
અમરેલી લીલીયા 22 મિમિ
ભરૂચ હાંસોટ 19 મિમિ
અમદાવાદ સાણંદ 13 મિમિ