Sunday, April 27, 2025
HomeવિદેશWORLD : રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ અને યુદ્ધવિરામની મંત્રણા બંને જારી

WORLD : રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ અને યુદ્ધવિરામની મંત્રણા બંને જારી

- Advertisement -

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ અનેયુદ્ધવિરામની મંત્રણા બંને જારી છે. રશિયાના ડ્રોને યુક્રેનના બ્લેક સીમાં આવેલા બંદર ઓડેસા પર જબરદસ્ત હુમલો કર્યો હતો. જ્યારે બીજી બાજુએ રશિયાના કુર્સ્ક વિસ્તારમાં મહત્ત્વની ગેસ પાઇપલાઇન ફાટતા તેમાથી ૩૦૦ ફૂટનો અગનગોળો સર્જાયો હતો. કુર્સ્કના સુદઝામાં ગેસ પાઇપલાઇનમાંવિસ્ફોટ માટે રશિયાએ યુક્રેનને જવાબદાર ઠેરવ્યું હતું.

જ્યારે યુક્રેનનું કહેવું છે કે રશિયાએ પોતે જ આ પાઇપલાઇન ઉડાવી દીધી છે. તેમનું કહેવું છે કે કીવ પર દોષારોપણ કરવા માટે રશિયા આ પ્રકારની અયોગ્ય યુક્તિઓ અજમાવી રહ્યુ છે, જેથી કહી શકાય કે યુક્રેને તેના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલો કર્યો. જ્યારે રશિયાએ કરારનું પાલન કરતાં હાલમાં યુક્રેનના ઊર્જામથકો પર હુમલો કરવાનું ટાળ્યું છે.

ઓડેશા વિસ્તારના પ્રાંતના વડાએ જણાવ્યું હતું કે રશિયાના હુમલાના લીધે ત્રણ જિલ્લામાં પાવર આઉટેજનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે રશિયાએ હવે વીજમથકો પર હુમલો બંધ કરીને વીજલાઇનો પર હુમલો કરવાનું ચાલુ કર્યુ છે, જેથી કહી શકાય કે અમે કરારનું પાલન કર્યુ, બીજી બાજુએ તે વીજલાઇનો પર હુમલા કરીને શહેરને અંધારાની ગર્તામાં ઉતારી શકે છે.

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયા પર સંયુક્ત દબાણ લાવવાનો અને તેના પરના પ્રતિબંધ વધુ મજબૂત બનાવવાનો સમય આવી ગયો છે, જેથી યુક્રેનનું રક્ષણ કરી શકાય. આ જ માર્ગે યુદ્ધ બંધ થશે, નહીં તો યુદ્ધ સતત લંબાતું જ જશે. અમે આશા રાખીએ છીએ કે અમેરિકા, યુરોપ અને અમારા બધા ભાગીદારો રશિયા પર દબાણ વધારે. તેના પછી જ ડિપ્લોમરી ચાલશે. ઝેક રિપબ્લિકના પ્રમુખ પીટર પાવેલે શુક્રવારે સવારે ઓડેસાની મુલાકાત લીધી હતી અને શહેરના આગેવાનો તથા અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેના ગણતરીના કલાકો પછી આ હુમલો કરવામાં આવ્યો હતો. ંઆ હુમલો સિવિલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને કોમર્સિયલ ફેસિલિટીઝ પર કરવામાં આવ્યો હતો. તેના કારણે ત્યાં મોટાપાયે આગ લાગી હતી અને કારોને નુકસાન પહોંચ્યું હતું. કુલ ૭૦થી વધુ જણા આગ બુઝાવવામાં રોકાયેલા છે.

બીજી બાજુએ રશિયાએ કુર્સ્ક વિસ્તારમાં તેની નેચરલ ગેસ ફેસિલિટી ઉડાવી દેવાનો યુક્રેન પર આરોપ મૂક્યો છે. તેનો દાવો હતો કે કીવ તંત્ર તેમની ઉશ્કેરણી કરી રહ્યું છે. આમ યુક્રેન ઉર્જામથકો પર હુમલા ન કરવાના તેના વચનમાંથી ફરી રહ્યુ છે, જ્યારે રશિયા તેના વચનનું પાલન કરી રહ્યુ છે. જો કે યુક્રેને રશિયાના દાવાને ફગાવી દેતા જણાવ્યું હતું કે તેણે આ પ્રકારનો હુમલો કર્યો જ નથી, રશિયાએ પોતે જ આ બધુ કર્યુ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular