મોદી મહાબલ્લીપુરમમાં: જીનપિંગ 4 વાગ્યે પહોંચશે: બન્ને રાષ્ટ્રવડા હોટેલમાં મળશે

0
25

મહાબલ્લીપુરમ: ચીનના વડાપ્રધાન જીનપિંગ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા ખાસ તૈયારી કરી છે. જેઓ અહીની પરંપરાગત રીત મુજબ પંચ રથને ફુલો અને શાકભાજીથી શણગારવામાં આવ્યા છે. અહી જે 18 પ્રકારના ખાસ શાકભાજી મળે છે તેનો ઉપયોગ આ સજાવટમાં શકય છે. જે રાજયના વિવિધ ભાગમાંથી લવાય છે. ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગ બપોરે 4 વાગ્યે અહી પહોંચશે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11.15 કલાકે પહોચી ગયા છે. બન્ને રાષ્ટ્રવડાઓ વચ્ચે એક ઐતિહાસિક બૌદ્ધ મંદિરના પ્રાંગણમાં એક ખાસ બુલેટપ્રુફ સ્ટ્રકચર તૈયાર થયું છે જયાં બન્ને રાષ્ટ્રવડાઓ વચ્ચે મુલાકાત થશે. ચીનના રાષ્ટ્રપતિને આવકારવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પહોંચે તેવી શકયતા છે. ચીનના રાષ્ટ્રપતિ ચેન્નાઈની આઈટીસી ગ્રાન્ડ ચૌલામાં રોકાવાના છે.


જયાં તામિલનાડુની પરંપરા મુજબ કેળા અને શેરડીના પ્રવેશદ્વાર બનાવાયા છે.
ચીનના રાષ્ટ્રપતિનું સ્વાગત અહી પરંપરાગત ઢોલ ‘ટપ્પુ’થી સ્વાગત કરશે તથા ભરત નાટયમ અને કથ્થકલીના નૃત્યોનું પણ પ્રદર્શન થશે.
અહીના એરપોર્ટ રોડ અને મહાબલીપુરમના માર્ગ પરથી તેઓ પહેલા સીધા હોટેલ જશે. ચીનના રાષ્ટ્રપતિ માટે ચાર ખાસ બુલેટપ્રુફ કાર બીજીંગથી આવી ગઈ છે. જીનપિંગ હોટેલમાં રોકાયા બાદ ચાર વાગ્યે મહાબલીપુરમ જશે જયારે નગરના પ્રવેશદ્વાર માટે ખાસ હેલીપેડ પર મોદી તેમનું સ્વાગત કરશે અને અહીના વિખ્યાત શોર (સમુદ્રી ક્ષેત્ર) મંદિર બન્ને મહાનુભાવોનું મંત્રણાનું કેન્દ્ર હશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here